Bhopal Rape/ ભોપાલ રેપ કાંડઃ લવજેહાદ, દુષ્કર્મ, બ્લેકમેઇલિંગનું સંયોજન

મધ્યપ્રદેશમાં ભોપાલ રેપ કાંડ ચર્ચામાં છે. તેમા પણ ડાન્સ ક્લાસ ચલાવતા વિધર્મીએ માસૂમ હિંદુ યુવતીઓને નિશાન બનાવી પોર્નોગ્રાફીના ધંધા ધકેલતા વિવાદ વધારે ચગ્યો છે.

Mantavya Vishesh

મધ્યપ્રદેશમાં ભોપાલ રેપ કાંડ ચર્ચામાં છે. તેમા પણ ડાન્સ ક્લાસ ચલાવતા વિધર્મીએ માસૂમ હિંદુ યુવતીઓને નિશાન બનાવી પોર્નોગ્રાફીના ધંધા ધકેલતા વિવાદ વધારે ચગ્યો છે. આ કિસ્સામાં અત્યાર સુધીમાં કમસેકમ પાંચ હિંદુ યુવતીઓએ બહાર પડીને આરોપીઓ સામે નિવેદન મોકલતા ડાન્સ ક્લાસના માલિક સાહિલ સહિત બીજા ગુનેગારો ભાગતા ફરતાં થઈ ગયા છે.

અત્યાર સુધી પાંચ કોલેજિયન સ્ટુડન્ટે લવજેહાદ, દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની ફરિયાદ નોંધાવી છે. તેઓને ફસાવનારી ગેંગનો ગેંગલીડર ફરહાન અલી ઉર્ફે ફરાઝ પીડિતાઓ પર બનાવેલા વિડીયોને પોર્ન સાઇટ્સ પર વેચવાનો હતો. ભોપાલ રેપ કાંડ એક રીતે અજમેર રેપ કાંડ તથા કેરલ સ્ટોરનીની સમકક્ષ જ કહી શકાય તેવો કાંડ છે.

પોલીસના જણાવ્યા મુજબ ગેંગસ્ટર ફરાઝ આ યુવતીઓના વિડીયો પોર્નસાઇટ્સ પર વેચવાનો હોવાનો પુરાવા પોલીસને મળ્યા છે. તેના મોબાઇલમાં એક પોર્ન સાઇટ પર વિડીયો વેચવાની લિંક અને પોર્ન સર્ચ કરવાના પુરાવા મળ્યા છે. તેમા તેની મદદ અબરાર અને નબીલ નામના આરોપી કરી રહ્યા હતા.

ગેંગલીડર ફરાઝ સહિત ત્રણ આરોપીની ધરપકડ પછી બીજા બે આરોપી અબરાર અને નબીલ ફરાર થઈ ગયા છે. આ બધા ગુનેગારો કોલેજ સ્ટુડન્ટના વાંધાજનક વિડીયો બનાવતા હતા. આ માટે તેઓએ હોટેલમાં બે રૂમ પણ રાખ્યા હતા. આ વિડીયો તેમના લેપટોપમાં સેવ હતા.

આ કેસમાં પકડાયેલા આરોપી અને ડાન્સ ક્લાસના સંચાલક સાહિલની ડાન્સ ક્લબમાં લગભગ 30થી વધુ હિંદુ યુવતીઓ ત્યાં ડાન્સ શીખવા આવતી હોવાનું જાણવા મળ્યું છે. તેમા કેટલીય યુવતીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવ્યા પછી વાંધાજનક વિડીયો બનાવવામાં આવ્યા છે. પકડાયેલો આરોપી આ યુવતીઓને બ્લેકમેઇલ કરી નાઇટ ક્લબ, પાર્ટી અને હાઇપ્રોફાઇલ હોટેલમાં લઈ જતો હતો.

પોલીસ તપાસમાં તે પણ જાણવા મળ્યું છે કે ક્લબ 90 રેસ્ટોરા કમ હોટેલમાં આ યુવતીઓના દેહના સોદા થતા હતા. આ હોટેલ યુવતીઓના શોષણનો અડ્ડો બની ગઈ હતી. તેમા કેટલીય યુવતીઓનું જીવન બરબાદ કરી દેવામાં આવ્યું હતું. પોલીસે કોલેજ સ્ટુડન્ટ્સના શોષણનો પર્યાય બનેલી આ હોટેલને સીલ મારી દીધું છે. આ હોટેલમાં ગાંજો પણ પૂરો પાડવામાં આવતો હોવાના પુરાવા પોલીસને મળ્યાં છે.

આ ગેંગનો ભોગ બનેલી વધુ એક યુવતીએ તાજેતરમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ આરોપી પર રેપ, બ્લેકમેઇલિંગ અને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ લગાવ્યો.  રાજસ્થાનમાં અજમેર કાંડની જેવા ભોપાલ કોલેજ સ્ટુડન્ટ્સ રેપ કાંડમાં દુષ્કર્મ, બ્લેકમેઇલિંગ અને લવજેહાદના કેસમાં રાજ્ય માનવ અધિકાર પંચે ભોપાલ પોલીસ કમિશ્નરને નોટિસ મોકલીને ત્રણ સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે.

પોલીસને મળેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોલેજ સ્ટુડન્ટ્સ રીતસરની રોતા-રોતા તેમને છોડી દેવા માટે આરોપી ફયાઝ સામે દયાની ભીખ માંગી રહી છે. પણ બંને આરોપી તેની સાથે મારપીટ કરે છે અને પછી દુષ્કર્મ આચરે છે. વિડીયોમાં બતાવાતી પીડિતાને પોલીસે શોધી કાઢી હતી અને લાંબા સમય સુધી કાઉન્સેલિંગ પછી તેણે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ આ ગેંગના આરોપી ફરાઝ અને અલીખાન સામે દુષ્કર્મનો કેસ નોંધ્યો છે. બાકીના બે પર દુષ્કર્મ સહયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપીઓએ તેમની ઓળખ છૂપાવીને કોલેજની આ વિદ્યાર્થીનીઓનું શોષણ કર્યુ હતું. સ્વાભાવિક છે કે મુસ્લિમ નામ હોત તો યુવતીઓ આટલી ઝડપથી ફસાઈ ન હોત, પરંતુ આરોપીઓએ હિંદુ નામ ધારણ કરીને યુવતીઓને ફસાવી હતી. યુવતીઓને કલ્પના પણ ન હતી કે તે કોઈ મુસ્લિમના હાથમાં સપડાઈ છે.

રાજ્યના મુખ્યપ્રધાન ડો. મોહન યાદવે પહેલી વખત આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર તેને ત્યાં લવજેહાદ સહન નહીં કરે. લવજેહાદ કરનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ગુનેગારોને કોઈપણ સંજોગોમાં નહીં છોડાય.

આ કૌભાંડમાં ખાનગી કોલેજમાં હિંદુ યુવતીઓ સાથે ખોટા નામે મિત્રતા કરી, તેની સાથે દુષ્કર્મ કરી, અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેઇલ કરી મિત્રો સાથે શારીરિક સંબંધ બનાવવાની ફરજ પાડવાની સાથે હિંદુ ધર્મને બદનામ કરી ધર્મ પરિવર્તન માટે દબાણ કરતી લવજેહાદ કરનારી આ ગેંગની પૂછપરછ ચાલી રહી છે. હવે તેમા દિનપ્રતિદિન નવા ખુલાસા થઈ રહ્યા છે.

સંસ્કૃતિ બચાવો મંચ અને હિંદુ સમાજના અન્ય સંગઠનોએ પણ આ પકડાયેલા આરોપીઓને કોર્ટમાં દેખાતા હતા તેમની સામે દેખાવો કર્યા હતા અને તેમની મારપીટ પણ કરી હતી. ભારે સલામતી વચ્ચે આરોપીઓને પોલીસે ભોપાલ કોર્ટમાં રજૂ કર્યા હતા. વકીલોએ પણ આરોપીની મારઝૂડ કરી હતી. જો કે સુરક્ષા ચુસ્ત હોવાના લીધે બીજાની મારપીટ થઈ શકી ન હતી.

મુખ્ય આરોપી ફરહાનની બે બહેનો છે. તેની મોટી બહેન યુવતીઓએ બદનામીથી બચવું હોય તો ભાઈ સાથે સંબંધ બાંધો તેમ કહેતી હતી. તે તેમનું બ્રેઇનવોશ કરતી હતી અને આગળ વધવા માટે તેમના ભાઈ ફરાઝ સાથે સંબંધ રાખવો પડશે તેમ કહેતી હતી. તેની બહેનની પણ પોલીસે ધરપકડ કરી છે. ફરાઝે તેના ઘરમાં જ સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હતું.

આ ઉપરાંત કોલેજથી જ થોડા દૂર એક ફાર્મહાઉસ હતુ. આ ફાર્મહાઉસમાં ફરાઝ અલગ-અલગ યુવતીઓને જુદાં-જુદાં દિવસે લઈ જતો હતો. અહીં પણ યુવતીઓ પર રેપ થતો હોવાની સંભાવના છે. સંગઠિત થઈને લવજેહાદ કરવાનો કિસ્સો બહાર આવતા હવે આ કેસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે. આ એજન્સીઓ હવે આ ગેંગના ભંડોળના સ્ત્રોતને શોધી રહી છે. તેમા લવજેહાદ માટે ફંડિગ કરવા બહારના સ્ત્રોતની સંભાવના લાગે છે.

ભોપાલ પોલીસે પકડેલા આરોપીઓનું સરઘસ પણ કાઢ્યું હતું. હવે તેમના ઘર પર બુલડોઝર ચલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. બૈતુલની રહેવાસી પીડિતા 2022ના વર્ષમાં એન્જિનિયર બનવાનું સપનું લઈ ભોપાલ આવી હતી. કોલેજમાં ફરહાન એમબીએનો વિદ્યાર્થી હતો. કોલેજમાં રહેતી મિત્ર દ્વારા તેનો ફરહાન સાથે પરિચય થયો હતો. એપ્રિલ 2022માં ફરહાન તેને અને તેની નાની બહેનને તેના પરિચિતને ત્યાં જહાંગીરાબાદ લઈ ગયો હતો. તેણે પછી તે યુવતી અને તેની બહેન બંને સાથે દુષ્કર્મ કર્યુ હતું. યુવતીએ વિરોધ કરતાં ફરાઝે તેને લગ્નનું વચન આપ્યું હતું અને પરાણે નોનવેજ ખવડાવ્યું હતું.  યુવતીએ વાત કરવાનું બંધ કરતાં તેના અશ્લીલ વિડીયો અને ફોટો વાઇરલ કરવાની ધમકી આપી તેના પર વારંવાર દુષ્કર્મ કરતો રહ્યો. તેના પછી તેણે તેને જણાવ્યું કે જો તારે બચવું હોય તો બીજી યુવતીઓ મને લાવી આપ, તેના માટે તે સતત દબાણ કરતો હતો. અને શોષણ કરતો હતો. આના કારણે બંને બહેનોએ ભોપાલ છોડી દીધું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે ફરાઝની ગેંગમાં મુસ્લિમ યુવતીઓ પણ સામેલ છે, તેના કારણે આ કેસ ઘણો મોટો બની ગયો છે. તે પણ હિંદુ યુવતીઓને લક્ષ્યાંક બનાવતી હતી.

આ લવજેહાદ ગેસના અન્ય આરોપી હામિદે આત્મહત્યા કરી લીધી છે. તેણે કેટલીય હિંદુ યુવતીઓને ફસાવીને તેના પર બળાત્કાર કર્યો હતો. તેણે આત્મહત્યા કરી લીધી છે. ફરાઝ પછી બીજો મોટો આરોપી સાહિલ છે. સાહિલ ફરહાનનો દોસ્ત છે. તે ડાન્સ ક્લાસનું સંચાલન કરે છે. તે ગરીબ હિંદુ યુવતીઓને ડાન્સ ક્લાસમાં એન્ટ્રી કરાવીને તેમની સાથે મિત્રતા કરીને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો અને પછી તેમના પર દબાણ લાવીને આવી જ બીજી હિંદુ યુવતીઓ પૂરી પાડવાનું કહેતો હતો. સાદ ઉર્ફે સાજી મિકેનિક છે અને તેની મિત્રતા ફરહાન સાથે થઈ હતી. સાદ ફરહાનના કહેવા પર ઘણી યુવતીઓ તેના રૂમ પર પહોંચાડતો હતો. તે પણ દુષ્કર્મ કરી ચૂક્યો છે. હવે એનઆઇએએ તપાસ હાથ ધરી છે તો આગામી દિવસોમાં તેમાં વધુ રહસ્યોદઘાટન થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી