મંતવ્ય ન્યૂઝના દ્વારા કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગ્રાહક રાજ્ય મંત્રી ડો. નિમુબેન બાંભણીયા, રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ તથા અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડીસીપી ઝોન-4 કાનન દેસાઈ હાજર રહ્યા હતા. મંતવ્ય ન્યૂઝના CMD શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, ડાયરેક્ટ શ્રી ડો. સુરેશભાઈ પટેલ અને એડિટર ઇન ચીફ શ્રી લોકેશ કુમાર સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા…
મંતવ્ય ન્યૂઝ ચેનલ જનતાની સમસ્યાની વાતો તો ખૂણે ખૂણે પહોંચાડે જ છે. સાથે સાથે સામાજિક કર્યો પણ કરે છે. સમાચારની સાથે સાથે મંતવ્ય ન્યૂઝ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પણ રજૂ કરે છે, મંતવ્ય ન્યૂઝ દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નારી શક્તિનું સન્માન કરીને સમાજ અને દેશ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર મહિલાઓને એવોર્ડ આપીને સન્માનિત કરે છે. ત્યારે આ વર્ષે પણ દેશ, દુનિયામાં અને સાથે સાથે સામાજિક કાર્યમાં અગ્રેસર રહેલ મહિલાઓનું સન્માન કર્યું છે. વિવિધ ક્ષેત્રમાં સવિશેષ યોગદાન આપનાર મહિલાઓને એવોર્ડ આપીને મંતવ્ય ન્યૂઝ ચેનલે સન્માનિત કર્યા છે.
શિક્ષણ
નિકિતા પટેલ
પ્રાથમિક શિક્ષક સાથે સામાજિક સેવા સાથે પણ જોડાયેલ… જ્યારે બાળક શાળામાં હોય ત્યારે શિક્ષક વાલીની જગ્યાએ હોય છે, શ્રેષ્ઠ શિક્ષણ હશે તો અને તો જ એક સર્વ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થશે… આ અભિગમ સાથે શિક્ષણનું સિંચન કરી રાજ્યથી આંતરરાષ્ટ્રીય લેવલે અનેક સન્માન પ્રાપ્ત કર્યા છે…આવો બહુમાન કરીએ નીકીતાબેન પટેલને
નર્સિંગ શિક્ષણ
દેવીબેન દાફડા
“જેમ કે મેં હંમેશા કહ્યું છે કે, સમાજના નબળા વર્ગોને સામાજિક અને શૈક્ષણિક રીતે ઉત્થાન આપવું અને તેમને બાકીના વર્ગોની સમકક્ષ લાવવું એ એમનો સંકલ્પ છે…..કોઈ પણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહેવી જોઈએ જેનું સપનું છે….શુભમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર આ બધું કેવી રીતે શરૂ થયું છે. પછી વાર્તા શાંતમ અને સોહમ નર્સિંગ કોલેજો સાથે આગળ વધતી રહી છે…મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કૉલેજ અને ડૉ બી આર આંબેડકર લૉ કૉલેજના નેજા હેઠળ વધુ વિસ્તરણ થયું અને આ તમામ કૉલેજ પ્રશંસા મેળવી….અને વધાર્યું ગુજરાતનું માન…આવો સન્માન કરીએ ગુણવત્તાયુક્ત નર્સિંગ શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે જેમનો છે સંકલ્પ આવો સન્માન કરીએ દેવીબેન દાફડા ને
આરોગ્ય
પૂર્વી ત્રિવેદી
GCIRમાં 2003થી ફરજ બજાવતા અને રેડિયોલોજી વિભાગમાં વર્ષ 2009થી સંજીવની રથમા ગામડે ગામડે જી મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સરના નિદાન અર્થે મેમોગ્રાફીની તપાસ કરે છે.આવો સન્માન કરીએ પૂર્વી ત્રિવેદીને
તબીબી સેવા
ડો. વંદના નાથ
ડૉ. વંદના નાથ… રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ઘણા શૈક્ષણિક પેપર્સ અને પ્રેઝન્ટેશન પ્રકાશિત કરેલ સાથે જ લો વિઝન રિહેબિલિટેશન નિષ્ણાત તરીકે પ્રશિક્ષિત… છેલ્લા 25 વર્ષથી બ્લાઇન્ડ લોકોના સંગઠન સાથે સંકળાયેલા, દૃષ્ટિહીન દર્દીઓના પુનર્વસન માટે માનદ સેવા તરીકે….બહુવિધ વિકલાંગતા ધરાવતા બાળકોની દ્રષ્ટિના મૂલ્યાંકન અને ખાસ તાલીમ આપવામાં આવે છે..તેમની આ કામગીરીને મંતવ્ય સલામ કરે છે…આવો સન્માન કરીએ Dr. Vandana Nath
પોલીસ
ગીતા ચૌધરી
છેલ્લાં 10 વર્ષથી CID ક્રાઈમ નાર્કોટીક્સ સેલમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી ગીતા ચૌધરી રાજ્યના તમામ શહેર/જીલ્લાના NDPS Act હેઠળ નોંધાયેલ ગુના તથા PIT NDPS Act 1988 હેઠળ NCB ગેઝેટ નોટીફીકેશન મુજબ આરોપીની અટકાયત,સહિત જપ્ત થયેલ મુદ્દામાલના જથ્થાનો નાશ કરાવા સુધીના ડેટાનું મેનેજમેન્ટ કરે છે…આવો ખાખીને સન્માન કરીએ ગીતા ચૌધરી
સ્પોર્ટ્સ
મિતલબા પરમાર
સ્પોર્ટ્સ ક્ષેત્રે સિદ્ધિ: ગાંધીનગર પોલીસની મહિલા કર્મચારી રેસલીંગ, પાવરલીફટીંગ, આર્મ રેસલીંગમાં રાજ્યકક્ષા, નેશનલ કક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ કુલ 37 મેડલ મેળવેલ છે. તેમજ ઓલઇન્ડીયા પોલીસ મીટ ૨૦૨૩ મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ આર્મરેસલીંગ તથા પાવરલીફટીંગમાં એક સાથે બે MEDAL મેળવનાર એકમાત્ર મહિલા રેસલર છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ ખાતે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મિતલબા કાન્તીલાલ પરમાર ભારત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કુસ્તીના અધિકૃત કોચ તરીકે વર્ષ ૨૦૧૯-૨૦માં બીજો નંબર મેળવનાર દરમિયાન રાજ્યના એકમાત્ર મહિલા પોલીસ કર્મચારી છે…આવો સન્માન કરીએ મિતલબા પરમારને
રમત-ગમત
નેહા પટેલ
અમદાવાદ ઝોન, CGST સુપ્રિન્ટેન્ડેન્ટ નેહા પટેલે 17 થી 23 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઇન્દોર, મધ્યપ્રદેશ ખાતે આયોજિત 31મી રાષ્ટ્રીય માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ – 2024 માં મહિલા ડબલ્સ 50+ અને મહિલા ટીમ ઇવેન્ટ્સ 50+ માં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે…આવો સન્માન કરીએ નેહાબેન પટેલને
રમત ગમત
લવિષ્કા નાગર
અમદાવાદની 13 વર્ષની લવિષ્કા નાગર નેશનલ જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં બે વાર મેડલ જીતનાર છે. છેલ્લા બે વર્ષમાં તેણે વેસ્ટ ઝોનમાં ૨ ગોલ્ડ, નેશનલ જુનિયર્સમાં ૨ સિલ્વર, NIDJAMમાં બ્રોન્ઝ મેડલ સહિત ૯ નેશનલ મેડલ જીત્યા છે, જે વિશ્વની સૌથી મોટી એથ્લેટિક મીટ છે, તે ગુજરાત રાજ્યમાં એથ્લેટિક્સમાં ખેલ મહાકુંભ તેમજ તેની ટીમ રમત કબડ્ડીમાં રાજ્ય અને જિલ્લા ચેમ્પિયન પણ રહી હતી. સાથેજ અમદાવાદ ખાતે 2036માં યોજાનાર ઓલિમ્પિક માટે તૈયાર થઇ મેડલ જીતી દેશનું ગૌરવ વધારવાનું સપનું છે….આવો બહુમાન કરીએ લવિષ્કા નાગરને
એડવેન્ચર વુમન
સારિકા મહેતા
સુરત સ્થિત સારિકાનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો જ્યાં કન્યા શિક્ષણને મહત્વ આપવામાં આવતું ન હતું. જોકે, તેમણે બાઈકિંગ ક્વીન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી, જે એક સંપૂર્ણપણે મહિલા સંસ્થા છે, જેનો ઉદ્દેશ્ય રૂઢિપ્રથાઓને તોડીને સમાજની સેવા કરવાનો છે. ઉત્સુક અને ઉત્કૃષ્ટ પર્વતારોહક, સારિકાએ સામાજિક માનસિક અવરોધોને તોડી પાડવા અને વિશ્વને સાબિત કરવા માટે બાઇકિંગ ક્વીન્સ શરૂ કરી કે સ્ત્રીઓ પણ તેઓનું મન નક્કી કરે તે કંઈ પણ કરી શકે છે… બાઇકિંગ ક્વીન્સ ૪૫ થી વધુ મહિલા સભ્યોનો ગૌરવશાળી પરિવાર છે અને ‘બેટી બચાવો બેટી પઢાઓ’, ‘મહિલા સશક્તિકરણ’, ‘સશ્કતા નારી સશ્કતા ભારત’ અને ઘણા બધા સામાજિક સંદેશાઓ ફેલાવવા માટે બહુ-ખંડોમાં ઘણી મોટરબાઈક રેલીઓનું નેતૃત્વ કરી ચૂકી છે…દિલ્હીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના પ્રયાસોને માન્યતા આપવામાં આવી છે અને યુનાઈટેડ નેશન્સ વુમન ઓર્ગેનાઈઝેશન, WHO – વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી પણ જબરજસ્ત સમર્થન પ્રાપ્ત થયું છે. ઉપરાંત, અન્ય દેશોના નેતાઓ અને સરકારે પણ સારિકા મહેતા અને બાઇકિંગ ક્વીન્સની ટીમના યોગદાનને માન્યતા આપી છે અને તેની પ્રશંસા કરી છે…આવો સન્માન કરીએ સારિકાબેન મહેતાને
રમત-ગમત ઇન્સ્પિરેશનલ મહિલા
નિશા કુમારી
વડોદરાથી નિશા સાયકલ પર લગભગ 16 હજાર કિલોમીટરનો જમીન માર્ગે સાયકલ પ્રવાસ કરીને નિશાએ વડોદરાથી લંડનની મંઝિલ સર કરી છે. એક વર્ષ પહેલા એણે વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને તળિયાથી ટોચ સુધી જાણે કે માપી લીધો હતો. હિમાલયે એને હિમદંશની વેદના આપી હતી. એની આંગળીઓ હજુ યુરોપની ઠંડીમાં સોય જેવી વેદના આપે છે. છતાં મક્કમ મનોબળ રાખીને બસોથી વધુ દિવસનો સતત પ્રવાસ કરીને લંડન 0 કિમીનું લક્ષ્ય હાંસલ કર્યું..આવો બહુમાન કરીએ નિશા કુમારીને
લેખન
પૂજા કશ્યપ
સ્ત્રી સારું બોલી પણ શકે અને સારું લખી પણ શકે… અનેક પ્રસિધ્ધ અખબારોમાં સ્ત્રીશક્તિને ઉજાગર કરતી ‘ગરવાઈ’ નામની કટાર લખી છે… જેમને મળ્યો છે ‘ગરવાઈ’ કટાર માટે પૂજાને વર્ષ-૨૦૧૨માં ‘લાડલી રાષ્ટ્રીય ઍવોર્ડ… લેખન વાચન ઉપરાંત પ્રવાસ અને રાંધણકળા પણ તેની ગમતી પ્રવૃત્તિઓ છે…જીવનસાથી કશ્યપ, દીકરી જયોત અને દીકરા પરમ સાથે જીવનનો આનંદ માણતાં પૂજા પોતાની લેખન વાચન પ્રવૃત્તિઓને પણ ન્યાય આપતા રહે છે…આવો સન્માન કરી એ પૂજા કશ્યપને
કલા અને સંસ્કૃતિ
શીતલ શાહ
શીતલ શાહ નવા યુગના ગુજરાતી સિનેમાના પ્રથમ મહિલા દિગ્દર્શક છે અને પોતાના પ્રોડક્શન હાઉસ – ‘લાઈમલાઈટ પિક્ચર્સ’ના વડા છે અને તેમણે અમદાવાદમાં ‘લાઈમલાઈટ પિક્ચર્સ ફિલ્મ સ્કૂલ’ની સ્થાપના પણ કરી છે, જ્યાં અભિનય અને ફિલ્મ નિર્માણના ઔપચારિક અભ્યાસક્રમોમાં ઉમેદવારોને નિપુણ બનાવવામાં આવે છે. 20 થી વધુ ટેલિવિઝન શ્રેણીઓ, 4 ભાષાઓમાં 21 ફીચર ફિલ્મો, 3 ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શન સાથે, શિતલ શાહનું કાર્ય ખૂબ જ વૈવિધ્યસભર છે. શિતલ શાહ અનન્ય સંસ્થા ICECD (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ કેરિયર ડેવલપમેન્ટ) માં બિઝનેસ હેડ પણ છે, જેને યુનાઇટેડ નેશન્સ દ્વારા સેન્ટર ફોર એક્સલન્સ તરીકે માન્યતા આપવામાં આવી છે, અને સમગ્ર ભારતમાં અને 52 થી વધુ દેશોમાં MSME વિકસાવવા અને બનાવવાના મિશન સાથે કામ કરે છે. અભિનેત્રી અને દિગ્દર્શક તરીકેના તેમના કામને ઘણી માન્યતાઓ અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે જેમાં તેમની પ્રથમ ફિલ્મ માટે 8 રાજ્ય પુરસ્કારોનો સમાવેશ થાય છે…આવો સન્માન કરી એ શીતલબેન શાહને
નિરાલી ઠાકોર
ભરતનાટ્યમમાં માસ્ટર એક અગ્રણી પર્ફોર્મિંગ કલાકાર તરીકે અને તેમના ગુરુ ચંદન ઠાકોરના માર્ગદર્શન હેઠળ મુખ્ય કલાકાર તરીકે નિરાલી ઠાકોરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 2500થી વધુ પ્રદર્શન આપ્યા છે… સાથેજ ઓરિસ્સાના કોણાર્ક મહોત્સવ, મોઢેરા સૂર્ય મંદિરના ઉત્તરાર્ધ મહોત્સવ, સહિત સ્વર્ણોત્સવ, રાષ્ટ્રીય નૃત્ય મહોત્સવમાં પ્રદર્શન આપ્યા છે…આવો બહુમાન કરીએ નીરિલીબેન ઠાકોરને
મહિલા કલ્યાણ અને વિકાસ
પારુલ દવે
ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના પારુલ દવે…15 વર્ષથી બહેનોને તાલીમ આપીને આવક સર્જનમાં સહાય કરી છે. ૪૦૦ થી વધુ બહેનોને પગભર કરી છે અને બહેનો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સીવણ, ભરત કામ, મોતી કામ, જેવા કામની તાલીમ આપીને બહેનોને કામ આપે છે. બધી વસ્તુ બનાવીને નાબાર્ડ જેવી અનેક સંસ્થાના એક્ઝીબેશનમાં વસ્તુ વેચાણમાં રાખવામાં આવે છે…આવો સન્માન કરીએ પારુલબેન દવેને
ગાયન
કાજલ મહેરિયા
નાનપણથી જ સપનુ જોયુ હતુ જીવનમાં કંઈક બનવુ છે….આ સપનાને સાર્થક કર્યું આ ગુજરાતણ સિંગરે…હવે હુ એવી મલ્ટીટેલેન્ટેડ સિંગરની વાત કરવા જઈ રહી છુ જે પોતાના ગીતો થકી મધુર સૂર તો રેલાવે છે…. નવા સોંગ હોય લોકગીત ભજન હોય કે લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા અને ગીતો ગાવામાં ચાર ચાંદ લગાવી છે…. અનેક ગીતોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે…આવો સન્માન કરીએ કાજલ મહેરિયાને
(લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ)
સુધા પટેલ
સુધાબેન પટેલ એ ભારતની સૌથી યુવા ચૂંટાયેલી અંધ મહિલા સરપંચ છે. તેઓ જૂન ૧૯૯૫માં ગુજરાતના આણંદ જિલ્લાના ચાંગા ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા. ખેડૂત પરિવારમાં જન્મેલ સુધાબેન અને તેમની બહેન બંને જન્મથી જ દૃષ્ટિહીન છે.
સુધા પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કાયદામાં પ્રથમ અંધ અનુસ્નાતક છે. પટેલ અપંગ લોકો માટે ઘણા કાર્યક્રમો પણ ચલાવે છે. તેમણે પેટલાદ તાલુકાના લગભગ 85 ગામોમાં પુનર્વસન પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે, જેમાં લગભગ 800 અપંગ લોકો નોંધાયેલા છે. પટેલને તેમના કાર્ય માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. 1997માં આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સન ઓફ ધ નેશન એવોર્ડ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. તેમને નવી દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ તરફથી આઉટસ્ટેન્ડિંગ વુમન પંચાયત લીડર એવોર્ડ અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ તરફથી નીલમ રંગા નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
તેઓ જણાવે છે કે તે આજે ફક્ત એટલા માટે જીવિત છે કારણ કે તેમના જન્મ સમયે સારા પાકને કારણે તેના માતાપિતાને બાળહત્યાનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે કેટલાક ગ્રામજનો તેને ધનની દેવી લક્ષ્મી તરીકે ભાગ્યશાળી માનતા હતા.
આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર Google એ બનાવ્યું અદ્ભુત Doodle, ખાસ રીતે પાઠવી શુભેચ્છા
આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’, PM મોદી કરશે રૂપિયા 450 કરોડથી વધુની સહાય
આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે મહિલાઓને સમર્પિત કર્યું રસપ્રદ ડૂડલ