Valsad News/ વલસાડમાં બારે મેઘ ખાંગા, વાપી 13 ઈંચ વરસાદમાં જળબંબાકાર

વલસાડ જિલ્લાના તમામ નદી નાળાઓમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે. ઔરંગા, દમણગંગા, કોલક નદી તોફાની સ્વરૂપે જોવા મળી છે.

Top Stories Gujarat Breaking News

Valsad News: વલસાડ જિલ્લામાં ભારે વરસાદ Rain વરસી રહ્યો છે, વલસાડમાં હાલ બારે મેઘ ખાંગા છે. તમામ તાલુકામાં મુશળધાર વરસાદ Heavy Rain વરસી રહ્યો છે. વાપી Vapi માં 24 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પારડી PArdi અને કપરાડા Kaprada તાલુકામાં 12-12 ઇંચ વરસાદ નોંધાયો હતો, ધરમપુરમાં Dharampur 9 ઇંચ, વલસાડમાં Valsad 8 ઇંચ વરસાદ પડ્યો છે.

વલસાડ જિલ્લાના તમામ નદી નાળાઓમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે. ઔરંગા, દમણગંગા, કોલક નદી તોફાની સ્વરૂપે જોવા મળી છે. આજે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરોમાં ફાસાયા છે. બરૂડિયા વાળ, કાશ્મીર નગરમાં પાણી ભરાયા છે. વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાવાની કામગીરી કરાઈ રહી છે. વલસાડ પ્રાંત અધિકારી, એનડીઆરએફની ટીમે 150થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે. વલસાડના વહીવટી તંત્ર અલગ અલગ ટીમો સાથે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

ઓરંગા નદી Auranga River ગાંડીતુર બની છે, વધુ વરસાદથી નદી બે કાંઠે જોવા મળી છે. હાલમાં, ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. કૈલાસ રોડ પુલ પર પાણી ફરી વળ્યાં પાણી. સલામતીના ભાગરૂપે પુલ બંધ રાયો છે. ભાગડાવાડામાં પીચિંગ પર પાણી ફરી વળ્યા છે. વલસાડ વહવટી તંત્રએ Valsad Administration લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. વલાસડ તંત્ર એલર્ટ મોડ Alert Mode પર છે. અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતરની પણ તૈયારી કરાઈ છે. બીજી બાજુ લીલાપુર વિસ્તારમાં પાણી ફરી વળ્યાં છે. શહેરથી લીલાપુર જવાનો રસ્તો બંધ થયો છે. હજપ પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત 5 દિવસ વરસાદમાં તરબોળ થશે

આ પણ વાંચો: ગાયબ થયેલો વરસાદ 22 ઓગસ્ટ પછી બમણા જોરથી ત્રાટકશેઃ અંબાલાલ

આ પણ વાંચો: વલસાડમાં મધુબન ડેમમાં પાણીની મબલખ આવક, વહીવટી તંત્ર એલર્ટ