Not Set/ રાજકોટ : વૃદ્ધે નવમાં માળેથી પડતું મૂકી કર્યો આપઘાત

રાજકોટ શહેરની રામાપીર ચોકડી પાસે આવેલી રૈયાધાર આવાસ યોજનામાં રહેતા વૃદ્ધે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો મુજબ, રૈયાધાર આવાસ યોજનાના 13 માળના બિલ્ડિંગના નવમાં માળેથી માણસુરભાઇ હમીરભાઇ વાળા (ઉ.65) નામના વૃદ્ધે પડતુ મૂક્યું હતું. નાવમાં માળેથી પડતું મુકતા વૃદ્ધ નીચે રહેલી ઇકો કાર પર પડ્યા હતા. જેથી એમનું મોત નીપજ્યું હતું. ધડાકાભેર અવાજ સંભળાતા જ […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ શહેરની રામાપીર ચોકડી પાસે આવેલી રૈયાધાર આવાસ યોજનામાં રહેતા વૃદ્ધે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો મુજબ, રૈયાધાર આવાસ યોજનાના 13 માળના બિલ્ડિંગના નવમાં માળેથી માણસુરભાઇ હમીરભાઇ વાળા (ઉ.65) નામના વૃદ્ધે પડતુ મૂક્યું હતું.

નાવમાં માળેથી પડતું મુકતા વૃદ્ધ નીચે રહેલી ઇકો કાર પર પડ્યા હતા. જેથી એમનું મોત નીપજ્યું હતું. ધડાકાભેર અવાજ સંભળાતા જ બિલ્ડિંગમાંથી લોકો બહાર નીકળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઇકો કારનો આગળનો ભાગ અને કાચનો ભુક્કો બોલી ગયો હતો. આ મામલે પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.