Surat News : ગુજરાતમાં ગ્રમ પંચાયતોની ચૂંટણી 22 જૂને યોજાવાની છે. જેમાં 9મી જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે. ત્યારે આ પંચાયતોને સમરસ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે હવે ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલે પણ જાહેરાત કરી છે.સુરતના ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલે સમરસ ગ્રામ પંચાયત માટે જાહેરાત કરી છે. તેમણે મહિલા ગ્રામ પંચાયત સમરસ થાય તો 20 લાખની ગ્રાન્ટ અને ગ્રામ પંચાયત સમરસ થાય તો 15 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે.
ઓલપાડ તાલુકામાં 18 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીને કારણે ગામમાં અંદરો અંદર લડાઈ ઝઘડા ના થાય અને અવિરત વિકાસ થાય તે માટે આ જાહેરાત કરવામાં આવી છે. સમરસ થયેલી ગ્રામ પંચાયતોના કિસ્સામાં સરપંચ સહિત વોર્ડના તમામ મહિલા સભ્યો બિનહરીફ થાય તો આવી ગ્રામ પંચાયતોને “મહિલા સમરસ ગ્રામ પંચાયત” તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.
ત્યાર બાદ બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સૌ પ્રથમ સમરસ ગ્રામ પંચાયતને 10 લાખા ઈનામની જાહેરાત કરી હતી. ત્યાર બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને જૂનાગઢના માંગરોળના ધારાસભ્યએ પણ પાંચ લાખની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત મહિલા ગ્રામ પંચાયત સમરસ થાય તો રાજ્ય સરકાર દ્વારા પણ તેના માટે એક યોજના જાહેર કરાઈ છે. ત્યારે સુરતના ઓલપાડના ધારાસભ્યએ મહિલા સમરસ ગ્રામ પંચાયત થાય તો 20 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. જ્યારે ગ્રામ પંચાયત સમરસ થાય તો 15 લાખની ગ્રાન્ટ અપાશે.
આ પણ વાંચો:અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ એક કોલસેન્ટર ઝડપ્યું
આ પણ વાંચો:મોડાસાના પ્રાંત અધિકારીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ,યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ
આ પણ વાંચો:ઈમેઈલ આઈડી હેક કરી કરોડોની ઠગાઈ કરતી ગેંગના સાગરીતને સાયબર ક્રાઇમે દબોચ્યો,
