Sabarkantha News: સાબરકાંઠામાં એસીબીએ લાંચ લેતા રેલ્વે કર્મચારીને ઝડપ્યા છે. રેલ્વે કર્મચારીને રૂ. 15,000ની લાંચ લેતા ઝડપવામાં આવ્યો છે. માલસામાનની દેખરેખ માટે તેણે લાંચ માંગી હતી. ટ્રાન્સપોર્ટનું કામકાજ કરનારાઓ ફરિયાદ કરી હતી. રેલ્વે અધિકારીએ માલસામાનની દેખરેખ માટે લાંચ માંગી હતી. ટ્રાન્સપોર્ટનું કામકાજ કરનારે ફરિયાદ કરી હતી.
અરવલ્લી એસીબીએ કર્મચારીને રંગે હાથ પકડ્યો છે. હિંમતનગરમાં રેલવે પ્રોટેકશન ફોર્સના જવાનોએ તો પ્લેટફોર્મ પર ઉતરતા સામાનની લાંચ માંગી છે. ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતા ફરિયાદી પાસે પ્રતિ રેક દીઠ 1500 રુપિયા લાંચ માંગવામાં આવી હતી. આ માટે 20,000 રુપિયા માંગતા RPF ના બે જવાનો એસીબીની ટ્રેપમાં ઝડપાયા હતા. આ અંગે એસીબીને ફરિયાદ મળતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
આ માટે અગાઉ રૂ. 5000 આપ્યા હતા અને બાકીના રૂ. 15000 આપવાના હતા. તેને લઈ શુક્રવારે ફરિયાદીને હિંમતનગર રેલવે પોલીસ સ્ટેશન પર મળવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જ્યાં રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મળવા આવતા તેની પાસેથી લાંચ લેવા અંગેની વાતચીત કરીને રકમ રંગેહાથ લેવા જતાં જ એસીબીની ટીમે રેલવે પોલીસના કોન્સ્ટેબલ મુસ્તાક ઈબ્રાહીમભાઈ ડોડીયાને ઝડપી લીધો હતો.
મુસ્તાક ડોડીયાએ ચેહર શંકરભાઈ રબારી સાથે ફોનથી ટ્રેપ દરમિયાન લાંચ અને તેની રકમ અંગે વાતચીત કરી હતી, જે ટ્રેપનું જાણીને બહાર હોવાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. એસીબીએ બંને સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ફરિયાદી ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતા હોય તેમનો સામાન રેલવેના વેગનમાં આવતો હોય છે. આથી જે સામાન પ્લેટફોર્મ પર ઉતરતા તેને સલામત રહે એ માટેની વ્યવસ્થા પેટે લાંચની રકમ માંગી હતી. એટલે કે રેલવે પોલીસના કોન્સ્ટેબલોએ સામાનની રખેવાળી પેટે આ લાંચની રકમ માંગી હતી.
આ પણ વાંચો: સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024, રામ-શબરીના મિલન સ્થળ પર બનશે ‘શબરી ધામ’
આ પણ વાંચો: વડોદરામાં 4 વર્ષના બાળકનું મોત, ચાંદીપુરા વાયરસની અસર થયાની આશંકા
આ પણ વાંચો:અંબાજી પોલીસે 9.5 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
