Not Set/ સુરતઃ એરપોર્ટ પરથી 90 લાખનું સોનુ ઝડપાયું

સુરત કસ્ટમ વિભાગે સુરત એરપોર્ટ પરથી 90 લાખના સોના સાથે દુબઈથી આવેલા એક મુસાફર ને ઝડપી પડ્યો છે. આ યુવકના કાપડની પટ્ટીમાં સોનું  છુપાવ્યું હતું. આ યુવક પાસેથી 19 સોનાના બિસ્કિટ અને બે બ્રેસલેટ મળી આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દુબઈથી સુરત એરપોર્ટ પર આવેલા વલસાડના યુવાન પાસેથી સોનાના 19 બિસ્કીટ અને 2 બ્રેસ્લેટ કસ્ટમ […]

Gujarat Surat

સુરત કસ્ટમ વિભાગે સુરત એરપોર્ટ પરથી 90 લાખના સોના સાથે દુબઈથી આવેલા એક મુસાફર ને ઝડપી પડ્યો છે. આ યુવકના કાપડની પટ્ટીમાં સોનું  છુપાવ્યું હતું. આ યુવક પાસેથી 19 સોનાના બિસ્કિટ અને બે બ્રેસલેટ મળી આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દુબઈથી સુરત એરપોર્ટ પર આવેલા વલસાડના યુવાન પાસેથી સોનાના 19 બિસ્કીટ અને 2 બ્રેસ્લેટ કસ્ટમ વિભાગે ઝડપી પડ્યા છે. આ યુવાને શૂઝ અને પગ વચ્ચેના ભાગમાં અને જીન્સમાં કપડાંની સ્ટીચ કરેલી પટ્ટીની વચ્ચે આ સોનું છુપાવ્યું હતું. સુરત-શારજાહની ફ્લાઈટ શરૂ થયા બાદ કસ્ટમ વિભાગે અત્યાર સુધીમાં આવા 8 કેસો કર્યા છે. જેમાં કસ્ટમ વિભાગનો અત્યાર સુધીનો આ સૌથી મોટો કેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.