Ahmedabad News/ ખાવાના શોખીનો અમદાવાદીઓ સાવધાન! સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટની દાલફ્રાયમાંથી નીકળ્યો વંદો

અમદાવાદની પ્રખ્યાત રેસ્ટોરન્ટ વિવાદમાં જોવા મળી. શહેરી સીટી પોઈન્ટર રેસ્ટોરન્ટના એક ભોજનમાંથી વંદો નીકળતા ફરી ખાનપાનમાંથી નીકળતી જીવાતનો મુદ્દો છેડાયો છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદની પ્રખ્યાત રેસ્ટોરન્ટ વિવાદમાં જોવા મળી. શહેરી સીટી પોઈન્ટર રેસ્ટોરન્ટના એક ભોજનમાંથી વંદો નીકળતા ફરી ખાનપાનમાંથી નીકળતી જીવાતનો મુદ્દો છેડાયો છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારના ખાનપાનમાંથી વિવિધ પ્રકારની જીવાત નીકળ્યાના કિસ્સા સામે આવવા લાગ્યા છે. કેટલીક વખત સોશિયલ મીડિયામાં લોકો આ પ્રકારના બનાવનો વીડિયો પણ શેર કરતા હોય છે. હાલમાં ફરી શહેરની સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટ વિવાદમાં જોવા મળી.

સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં ખાવામાંથી વંદો નીકળવાની ઘટના સામે આવતા ખાવાના શોખીનો ચિંતિત થયા છે. લોકો પ્રખ્યાત હોટલ-રેસ્ટોરન્ટમાં ઊંચી કિમંત આપી વાનગીઓના ટેસ્ટ માણવાનો અનુભવ કરતા હોય છે. પરંતુ ખાવાના શોખીન ગ્રાહકોને તેમના ટેસ્ટમાં કયારેક બેસ્વાદપણાનો પણ કડવો અનુભવ કરવો પડે છે. એક ગ્રાહકે સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં જયારે દાલફ્રાયનો ઓર્ડર આપ્યો અને તેમાંથી વંદો નીકળતા જ તેની ભૂખ ભાગી ગઈ. શહેરમાં આવા કિસ્સાઓ વધતા આરોગ્ય વિભાગની કામગીરીને લઈને સવાલો ઉઠયા છે? કેમ આરોગ્ય વિભાગ આવા એકમો સામે કાયદાકીય પગલાં લેતું નથી ? કેમ આરોગ્ય વિભાગ સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત ભોજન ના આપનાર હોટલ અને રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી નથી કરતું ?

રોજબરોજ ખાનપાનમાંથી નીકળતા જીવાતના વધી રહેલા કિસ્સા બતાવે છે કે આરોગ્ય વિભાગ નિષ્ક્રિય થયું છે. હોટલ રેસ્ટોરન્ટના માલિકો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે છતાં તેમની સામે ઢીલું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. અને આવા કિસ્સાઓમાં જયારે ગ્રાહક ફરિયાદ કરે છે ત્યારે ઉપરછલ્લી તપાસ કરી ભીનું સંકેલવામાં આવે છે. હાલમાં સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં ખાવાના ઓર્ડરમાંથી વંદો નીકળવાની ઘટનામાં ભોગ બનેલ ગ્રાહકે ફરીયાદ કરી છે. જાગૃત ગ્રાહક દ્વારા કસૂરવાર રેસ્ટોરન્ટ ધારકો સામે કડક કાર્યવાહી સાથે વળતર આપવાની પણ માંગ કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: જૂનાગઢના કેશોદમાં બડોદરી નદીનો કહેર, રોડ રસ્તા અને ખેતરોનું ધોવાણ

આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું