સુરત ના કોઝવે વિસ્તારમાં આવેલ તાપી એન્કલેવ એપાર્ટમેન્ટના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ચાર વર્ષથી સ્થાનિકોને પાર્કિંગની સુવિધા નહીં અપાતા રોષે ભરાયા હતા અને બિલ્ડર વિરુદ્ધ નારે બાજી કરી વિરોધ નોંધાવ્યો હતો
સુરતમાં બિલ્ડીંગ માંધાતા હોય છે ત્યારે બિલ્ડરો દ્વારા અનેક મોટા વાયદા કરવામાં આવે છે પરંતુ બિલ્ડીંગ બંધાયા બાદ તે વાયદાઓ માની અમુક સુવિધાઓ રહીશોને મળતી નથી તેવી જ ઘટના સુરતના કોઝવે વિસ્તારમાં આવેલા તાપી એકલેવમાં સામે આવી હતી. આજથી ચાર વર્ષ પહેલા બનેલું બિલ્ડીંગ જે તે સમયે રહીશોને સોંપવામાં આવ્યું હતું ક્યારે રહીશોએ પાર્કિંગની માંગ કરી હતી. ત્યારબાદ બિલ્ડર દ્વારા પાર્કિંગ બનાવી આપવાની ખાતરી આપવામાં આવી હતી તો કે ત્યારથી લઇ આજ દિન સુધી રહીશોએ રજૂઆત કરી હતી છતાં કોઈ પરિણામ મળ્યું ન હતું.
એપાર્ટમેન્ટ માં પાર્કિંગ ના હોવાથી રહીશો ને હાલાકી નો.સામનો કરવાનો વારો આવ્યો છે. તાપી એન્કલેવ ના 152 ફ્લેટ ના રહીશોએ વિરોધ નો માર્ગ અપનાવ્યો છે અને આજે 200 થી વધુ લોકો એ બિલ્ડર સામે રોષ વ્યકત કરી બિલ્ડર વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે તાપી એન્કલેવમાં ફાયર સેફટી નો પણ અભાવ જોવા મળ્યો હતો. જેથી એપાર્ટમેન્ટ ના રહીશો એ વિરોધ નોંધાવી પાર્કિંગ ની માંગ કરી હતી.
