Gujarat News : નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠક (Narmada Issue)સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ઉપસ્થિત રહ્યા.રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા

અગાઉ થયેલા MoU (Narmada MoU)ને આ બેઠકમાં અનુમોદન આપવામાં આવ્યું હતું.બેઠકમાં નર્મદા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ (Narmada Issue)પર સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને પરસ્પર સમજણ તથા સહમતિનું વાતાવરણ સર્જાયું હતું.

નર્મદા સંબંધિત દાયકાઓ જૂના પ્રશ્નોના સમાધાનની દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ બની છે.નર્મદા સંબંધિત અન્ય મોટા અને બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ પણ ભવિષ્યમાં પરસ્પર સમજણ, સંવાદ અને સહયોગ દ્વારા લાવવા માટે સકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યો વચ્ચેના પરસ્પર સંકલન અને સહયોગથી નર્મદા સંબંધિત મુદ્દાઓને સહમતિપૂર્વક ઉકેલવાની દિશામાં આગળ વધારવામાં આવશે.
