Vadodara News: અવારનવાર વિવાદોમાં સપડાયેલી પોલીસની દાદાગીરીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. વડોદરાના પોલીસકર્મીઓએ બે નિર્દોષ યુવાનોને લાકડી વડે માર માર્યો હોવાનું દ્રશ્ય સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ પોલીસે પ્રિયા સિનેમા ચાર રસ્તા પાસે ચેકિંગના નામે મોપેડ પર સવાર બે યુવકોને રોક્યા હતા. જ્યાં આઈડી બતાવવા બાબતે યુવક અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ દરમિયાન પોલીસકર્મીએ ગુસ્સામાં આવીને યુવકને લાકડી વડે માર માર્યો હતો. જે જગ્યાએ બેરિકેડીંગ કરીને ચેક પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો ત્યાંથી યુવકનું ઘર માત્ર 100 મીટર દૂર હતું. આ વાયરલ વીડિયોમાં પોલીસકર્મી પણ યુવક સાથે દુર્વ્યવહાર કરતો સંભળાય છે. પીડિત યુવકે પોલીસકર્મીનો વીડિયો બનાવ્યો હતો.
પોલીસકર્મી પોતાની સત્તાનો ઉપયોગ કરીને બંને યુવકો સામે ખોટો કેસ નોંધવાની ધમકી પણ આપે હતી. બંને યુવાનોને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને તેમની આંગળીઓ અને પગના અંગુઠામાં ઈજાઓ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે યુવકોનો આરોપ છે કે પોલીસકર્મીએ તેમની સત્તાનો દુરુપયોગ કર્યો છે. વીડિયોમાં પોલીસકર્મી યુવકો પાસે તેમના આઈડી કાર્ડ માંગી રહ્યો છે. આઈડી કાર્ડ બતાવવા છતાં પોલીસે અભદ્ર વર્તન કર્યું અને માર માર્યો. એટલું જ નહીં પોલીસે તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. નોંધનીય છે કે યુવકના હાથ-પગમાં લાકડી વડે ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.
અગાઉ સુરતના ડિંડોલીમાં પણ આવો જ કેસ સામે આવ્યો હતો, જેમાં વકીલ હિરેન નાઈને PI એચ.જે.સોલંકીએ લાત મારી હતી. ઓફિસથી ઘરે જઈ રહેલાં વકીલ હિરેન નાઈ સાથે PI એચ.જે.સોલંકીને માથાકુટ થતા મામલો બિચક્યો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી, જેમાં પોલીસ ઇન્સપેક્ટરની દાદાગીરીના જોવા મળી હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં ઓઢવ પોલીસની દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો
આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસની દાદાગીરી બે યુવકોને માર્યો ઢોરમાર, શું જવાબદાર પોલીસકર્મીઓ પર કાર્યવાહી થશે?
