Valsad News: વાપી તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરાયો છે, વાપી તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા સવારથી જનજીવન ઠપ્પ થયું છે. વલસાડ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
વાહનવ્યવહાર પણ ધીમો પડયો હતો. નગરપાલિકાની ટીમ દ્રારા શહેરમાં અલગ-અલગ જગ્યાએ પાણી નિકાળવાની કામગીરી કરાઈ રહી છે. ધરમપુરના કેળવણી ગામમાં નદી બે કાંઠે થઈ છે. લાવરી નદીના પાણી બે કાંઠે વહ્યાં છે. ભારે વરસાદથી કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સ્થાનિકો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે. નદીનાળાની આસપાસ ન જવાની તંત્રની સૂચના છે.
વલસાડના પાવર હાઉસ નજીક પાણી ભરાયા છે. બેચર રોડ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયાં છે. માનસી પેટ્રોલ પંપની અનેક ઘરોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ભારે વરસાદને લઈ નદીઓમાં નવા નીર આવ્યા છે સાથે સાથે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. કોઈ દુર્ઘટના ન બને તે માટે ફાયરની ટીમ સાધનો સાથે સજ્જ થઈ છે. વહવટી તંત્ર ખડેપગે ઊભુ રહ્યું છે.
આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે
આ પણ વાંચો:વાડી સ્વામિનારાયણ મંદિર દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન નામંજૂર
આ પણ વાંચો:સુરતમાં ‘ભુવા’ઓનું રાજ! રસ્તાઓ બિસ્માર હાલતમાં, સુરતીઓ પરેશાન