Surat News/ સુરતમાં ‘ભુવા’ઓનું રાજ! રસ્તાઓ બિસ્માર હાલતમાં, સુરતીઓ પરેશાન

સુરત શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. વરસાદના કારણે શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. શહેરના અનેક વિસ્તારમાં ભુવા પડી રહ્યા છે……..

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. વરસાદના કારણે શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. શહેરના અનેક વિસ્તારમાં ભુવા પડી રહ્યા છે. સરથાણા વિસ્તારમાં સર્વિસ રસ્તામાં ભુવો પડ્યો છે. ભુવો પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે. મુશળધાર વરસાદે ડાયમંડ સિટીને રફ ડાયમંડમાં ફેરવી દીધી હોય તેમ જણાઈ રહ્યું છે. રસ્તાઓ હવે બિસ્માર, ખાડા અને ભુવાઓથી આખું સુરત હોય તેમ દેખાઈ રહ્યું છે. મોટા મોટા ખાડાઓ પડી રહ્યાં છે, ભુવાઓના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ રહી છે. લોકો ગંતવ્ય સ્થળે પહોંચવા રસ્તો બદલી રહ્યા છે, પરિણામે સમયનો વધુ બગાડ થઈ રહ્યો છે.

સરથાણા વિસ્તારમાં સર્વિસ રોડ પર ભુવા પડ્યાનું પણ સામે આવ્યું છે. નગરપાલિકાની નબળી કામગીરીથી સુરતીઓ હેરાન થઈ ગયા છે. સુરત મહાનગરપાલિકા પ્રજાની રજૂઆતોને ધ્યાને લે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

સુરતમાં આ વર્ષે વરસાદ સારો રહ્યો તેમ લોકોનું માનવું છે. સૌરાષ્ટમાં મુશળધાર વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે. દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદથી રસ્તાઓ, પુલ ધોવાઈ ગયા છે. ખરાબ રસ્તાઓથી લોકો હેરાન પરેશાન થયા છે. અનેક રસ્તાઓના ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડા ન પૂરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાડામાં પડી, બાળકો સુરક્ષિત

આ પણ વાંચો:ગુજરાતમાં જળાશયો ઓવરફ્લો, ઉકાઈ અને મચ્છુ-3 ડેમમાં પાણીની આવક વધી

આ પણ વાંચો:વડોદરા-હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત, દંપતીનું મોત

આ પણ વાંચો:અમદાવાદથી થરાદ વચ્ચે 6 લેન હાઈસ્પીડ કોરિડોર બનશે, જાણો હાઈવેની ખાસિયતો