Ahmedabad News : અમદાવાદ સ્થિત નિકોલમાં દિકરો માતાને વ્હીલચેરમાં બેસાડીને જઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને અટકાવ્યા હતા. બાદમાં તેમણે 100ની નોટ આપીને મંદિરમાં મુકીને પૂજા કરજો કહીને નજર ચુકવીને મહિલાની રૂ.1,36,449 ની સોનાની ચેઈન તફડાવી લીધી હતી. આ અંગે નિકોલ પોલીસે બે આરોપી સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ નિકોલમાં એસ.પી.રિંગરોડ પર સારથી એનેત્શ્ક્ષી ફ્લેટમાં રહેતા રાજેન્દ્રપ્રસાદ એમ.ગુપ્તા તેમની માતાને વ્હીલચેરમાં બેસાડીને ચાલવા માટે નીકળ્યા હતા. દરમિયાન પારંતી આવાસ યોજના પાસે બે અજાણ્યા શખ્સો સફેદ કલરની કારમાં ત્યાં આવ્યા હતા અને સરનામુ પુછવાને બહાને રાજેન્દ્રપ્રસાદને અટકાવ્યા હતા. બાદમાં આ શખ્સોએ રાજોન્દ્રપ્રસાદને રૂ.100 ની નોટ આપીને મંદિરમાં મુકીને પૂજા કરજો તમારા મમ્મીને સારૂ થઊ જશે, એમ કહ્યું હતું.
બાદમાં તેમણે રાજેન્દ્રપ્રસાદની નજર ચુકવીને તેમની માતાના ગળામાંથી રૂ. 1,36,449 ની કિંમતની સોનાની ચેઈન તફડાવી લીધી હતી. આ અંગે રાજેન્દ્રપ્રસાદે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:વડોદરામાં નંદેસરીમાં કોંગ્રેસનાં નેતાનાં પુત્ર સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ
આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર વૃધ્ધે દુષ્કર્મ આચરતા ચકચાર
આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ

