Ahmedabad News/ અમદાવાદથી થરાદ વચ્ચે 6 લેન હાઈસ્પીડ કોરિડોર બનશે, જાણો હાઈવેની ખાસિયતો

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે………

Top Stories Ahmedabad Gujarat Breaking News

Gujarat News: પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે 50 હજાર કરોડથી વધુના ખર્ચે 936 કિલોમીટરના આઠ મહત્વના નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને(National High-Speed Road Corridor Projects) મંજૂરી આપી છે.

થરાદ-અમદાવાદ સિક્સ લેન હાઇવેની ખાસિયતો

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, અમદાવાદ થી થરાદ વચ્ચે કુલ 6 લેનનો 214 કિમી લાંબો નેશનલ હાઇસ્પીડ રોડ કોરિડોર બનાવવામાં આવશે. આ હાઇવેનો કુલ ખર્ચ 10,534 કરોડ રૂપિયા આવશે. હાઇસ્પીડ રોડ કોરિડોરના કારણે ડીસા, પાલનપુર, મહેસાણાને લાભ મળશે. SEZ વિસ્તારો, ફાર્મા તથા ઈલેક્ટ્રોનિક ક્લસ્ટર્સને સારી કનેક્ટિવિટી મળી રહેશે. સરકારનો દાવો છે કે કોરિડોર બન્યા બાદ માલ-સામાન લઈ જવાનો સમય પાંચથી છ કલાકથી ઘટીને ત્રણથી સાડા ત્રણ કલાકનો રહી જશે. આટલું જ નહીં ઉત્તર ગુજરાતનાં લોકોને મુંબઈ સુધીની સારી કનેક્ટિવિટી મળશે.

આઠ હાઇ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ

6-લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઇ સ્પીડ કોરિડોર

4-લેન ખારાપુર-મોરેગ્રામ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર

6-લેન થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર

4-લેન અયોધ્યા રિંગ રોડ

4-લેન પથલગાંવ અને ગુમલા રાયપુર-રાંચી નેશનલ હાઇ સ્પીડ કોરિડોર

6-લેન કાનપુર રિંગ રોડ

4-લેન ઉત્તર ગુવાહાટી બાયપાસ અને હાલના ગુવાહાટી બાયપાસને પહોળો કરાશે.

8-લેન પુણે નજીક એલિવેટેડ નાશિક ફાટા-ખેડ કોરિડોર

4.42 કરોડનો રોજગાર મળવાની અપેક્ષા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છની ધરા ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ભયભીત

આ પણ વાંચો:અમદાવાદમાં નબીરાને રિલ્સ બનાવવી પડી ભારે, અપહરણ કરી મચાવી લૂંટ

આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે