Kachchh News: કચ્છના ભચાઉમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. લોકો સૂઈ રહ્યા હતા દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોક, કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી.
10 ડિસેમ્બરે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ આજે બપોરે 4.27 વાગે આવ્યો હતો.
વલસાડમાં 1 ડિસેમ્બરે રિએક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા બાદ 5મી ડિસેમ્બરે કચ્છના ખાવડાથી 28 કિ.મી. ઉત્તરે સવારે 4.17 વાગ્યે 3.2નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો.
ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને ધ્રુજાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે.
આ પણ વાંચો:અમદાવાદમાં નબીરાને રિલ્સ બનાવવી પડી ભારે, અપહરણ કરી મચાવી લૂંટ
આ પણ વાંચો:મહિલાઓની સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી