Ahmedabad News/ અમદાવાદમાં નબીરાને રિલ્સ બનાવવી પડી ભારે, અપહરણ કરી મચાવી લૂંટ

અમદાવાદમાં નબીરાઓને રિલ્સ બનાવવાનો શોખ ચઢ્યો છે. રિલ્સની ઘેલછામાં સામેથી ગુનાઓને આમંત્રણ આપી દેવાની ઘટનાઓ પણ બનતી જઈ રહી છે….

Gujarat Ahmedabad

Ahmedabad News: અમદાવાદમાં નબીરાને રિલ્સ બનાવવી ભારે પડી છે. સોનું પહેરી અને સ્કોર્પિયો કાર સાથે નબીરાએ રિલ્સ બનાવી હતી. રિલ્સ જોઈને 4 યુવકે નબીરા પાસે વધુ પૈસા હોવાનું અનુમાન લગાવ્યું હતું. બાદમાં 3 યુવકોએ લિફટના બહાને નબીરાની કાર રોકી તેનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી. આખરે પોલીસ ફરિયાદ કરતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપી ફરાર છે.

અમદાવાદમાં નબીરાઓને રિલ્સ બનાવવાનો શોખ ચઢ્યો છે. રિલ્સની ઘેલછામાં સામેથી ગુનાઓને આમંત્રણ આપી દેવાની ઘટનાઓ પણ બનતી જઈ રહી છે. ત્યારે અમદાવાદમાં નબીરાનાં અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. નબીરાએ સોનું પહેરી અને સ્કોર્પિયો કાર સાથે રિલ્સ બનાવી હતી. સોશિયલ મીડિયામાં રિલ્સ જોઈને 4 યુવકે નબીરા પાસે વધુ પૈસા હોવાનું અનુમાન લગાવ્યું હતું. બાદમાં 3 યુવકોએ લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. યુવકોએ લિફટના બહાને નબીરાની કાર રોકી તેનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી.

નબીરાને બેભાન કરી શખ્સોએ રૂ. 50,000ની લૂંટ ચલાવી હતી. ભાનમાં આવ્યા બાદ નબીરા યુવરાજસિંહે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે સાણંદ GIDC પોલીસ, ગ્રામ્ય LCB અને SOGની ટીમે ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભરત ચુડાસમા, વિકાસદીપસિંહ, સુમિત જાટવની ધરપકડ કરી છે. 1 આરોપી રણજીત પોલીસ પકડથી દૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહિલાઓની સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:જૂના શિક્ષકોની સમગ્ર ભરતી પ્રક્રિયા હવે ઓનલાઈન

આ પણ વાંચો:અમદાવાદના કૌભાંડી આસિ. ટી.ડી.ઓ.નાં રિમાન્ડ મંજૂર