સાવકા પિતાએ માણસાઈની તમામ હદો પાર કરીને પોતાની પુત્રી પર દુષ્કમ આચર્યો હતો. જેમાં નરાધમ પિતાની વેજલપુર પોલીસે ધરપકડ કરી હતી. અને તેને જેલના સળિયા પાછળ ધકેલીને કાયદાનો ભાન કરાવ્યો હતો. અને આ જ કેસમાં આરોપી આરીફહુસેન કુરેશી ના રેગ્યુલર જામીન મિર્જાપુર ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા હતા.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આરોપી આરીફ હુસેન કુરેશી હવસ ખોરીના નશામાં એટલો ડૂબી ગયો હતો કે તેણે પોતાના જ ઘરની સાવકી પુત્રી પર દુષ્કર્મ આંચર્યો હતો. સાવકા પિતાએ સાવકી પુત્રી પર દુષ્કર્મ આંચર્યાની વાત જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં બનતા તેની ચર્ચા ફક્ત તેજ વિસ્તાર જ નહિ સરખેજ અને વેજલપુરમાં થઇ હતી. બાપે કરેલી સેતાની હરકતોને ન ચલાવવા માટે ઘરના અન્ય સદસ્યોએ આરોપીને કાયદાનો ભાન કરાવવા માટે પોલીસની મદદ મેળવી હતી. જ્યાં વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલની હવા ખવડાવી હતી. અને ત્યારબાદ આરોપીએ મિજાપુર ગ્રામ્ય કોર્ટ ના જજ અમિતા બેન ની કોર્ટમાં કરી હતી. જ્યાં કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાના આધારે આરોપીના જામીન ફગાવી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
