Not Set/ ગોંડલ: મગફળી આગ મામલે CIDની પત્રકાર પરિષદ, આગની ઘટનામાં છ લોકોની કરી ઘરપકડ

સીઆઇડીએ આગ લાગવાના કારણ અંગે મહત્વનો ખુલાસો કર્યો હતો. ડીઆઇજી દિપાંકરે કહ્યુ હતુ કે આ આગ જાણી જોઈને લગાવાડવામાં આવી નથી. ગોડાઉનમાં મગફળીનો નવો જથ્થો આવ્યો હતો જે વેલ્ડીંગ સ્થળથી ત્રણ ફૂટ દુર હતો ગેટ મૂકવા માટે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે વેલ્ડિંગના પતરા કાપવા જતા મગફળીમાં આગ લાગી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રામરાજ્ય […]

Gujarat

સીઆઇડીએ આગ લાગવાના કારણ અંગે મહત્વનો ખુલાસો કર્યો હતો. ડીઆઇજી દિપાંકરે કહ્યુ હતુ કે આ આગ જાણી જોઈને લગાવાડવામાં આવી નથી. ગોડાઉનમાં મગફળીનો નવો જથ્થો આવ્યો હતો જે વેલ્ડીંગ સ્થળથી ત્રણ ફૂટ દુર હતો ગેટ મૂકવા માટે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે વેલ્ડિંગના પતરા કાપવા જતા મગફળીમાં આગ લાગી હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રામરાજ્ય નામના ગોડાઉનમાં લાગેલી આગ મામલે સીઆઈડી પોલીસે ગોડાઉનના માલિક સહિત 6 લોકોની ધરપકડ કરી છે. આ ગોડાઉનમાં સરકારે ખેડુતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળી રાખવામાં આવી હતી.

ફેબ્રુઆરી મહીનાની શરૂઆતમાં લાગેલી આ આગમાં આશરે 35 કરોડથી વધુ કિંમતની મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ આગના બનાવની સીઆઈડીને તપાસ સોંપી હતી.

સીઆઈડીએ તપાસ કર્યા બાદ મંગળવારે પત્રકાર પરિષદ યોજીને એવો ખુલાસો કર્યો હતો કે, આગ લાગવાની ઘટના માનવસર્જિત નથી અને આ આગ ગોડાઉનમાં ચાલતા વેલ્ડિંગના કામ દરમિયાન તણખા ઉડતા લાગી હતી.

વેલ્ડરોની બેદરકારીને કારણે આગ લાગી હતી. વેલ્ડીંગ મશીન સહિતની સામગ્રી છુપાવી દેનાર ચાર વેલ્ડરો અને ગોડાઉન માલિક સહિત 6 શખ્સોની સંડોવણી ખુલતા તમામ સામે ગુનો દાખલ કરાયો છે.વેલ્ડરોની અટકાયત કરી પુછપરછ હાથ ઘરવામાં આવી હતી. જેમાં મુખ્ય વેલ્ડર ઉમેશે જણાવ્યું કે, ગોડાઉનના દરવાજાના વેલ્ડીંગમાં કામ કરતા સમયે આગ લાગી હતી. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું,તેથી અમે ગભરાઈ ગયા હતા અને માલિક દિનેશભાઈ લોહાણાને જાણ કરી હતી.

આ બનાવ બન્યો ત્યારે ગોડાઉનમાં ચાર જેટલા લોકો હાજર હતા. સીઆઈડીએ જણાવ્યુ હતુ કે, આગ લાગવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે કોઈના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. છતાં બેદરકારીના કારણે આગ લાગી હોવાના કારણે ગોડાઉનના માલિક સેલાણી સહિત છ જેટલા લોકોની ધરપકડ કરવામા આવી છે.

દિનેશભાઈ તથા તેમના માણસે વેલ્ડીંગ મશીન સહિતની સામગ્રી છુપાવી દેવાની અને ત્યાંથી નીકળી જવાની સૂચના આપી હતી. ઘટના સમયે 4 લોકો જ ગોડાઉનમાં હતા. ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ જણાવ્યું કે વેલ્ડિંગની વાતને દબાવવાનો પ્રયાસ થયો હતો હાલ અમે વેલ્ડિંગ મશીન સહિતનો સામાન જપ્ત કર્યો છે. જો કે શરૂઆતમાં આગને બુઝાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આગ સમયે પાણીનો વાલ્વ શરૂ કરાયો હતો, પણ તેમાં પાણી આવ્યું ન હતુ.