Lifestyle News :કેમિકલથી કંટાળી ગયા છો? શું તમે પણ ચહેરા (face)પર દેખાતી ઉંમરની નિશાનીઓથી પરેશાન છો? ઘણીવાર ઉંમર વધે તે પહેલાં જ ચહેરા પર આંખ કે હોઠની આસપાસ સાવ ઝીણી-ઝીણી લીટીઓ દેખાવા લાગે છે, જેને ‘ફાઈન લાઈન્સ’ કહેવાય છે.
જો તેનું ધ્યાન ન રાખીએ તો તે આગળ જતાં ઊંડી કરચલીઓ બની જાય છે. આપણે સુંદર દેખાવા માટે બજારમાંથી મોંઘી ક્રીમ લાવીએ છીએ, પણ તેમાં રહેલા કેમિકલ ચામડીને ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. પણ હવે ચિંતા કરશો નહીં, આયુર્વેદ પાસે તેનો સસ્તો અને સારો ઈલાજ છે.

આયુર્વેદિક એક્સપર્ટ શું કહે છે? જાણીતા આયુર્વેદિક નિષ્ણાત મનોજ દાસ સમજાવે છે કે ઉંમર વધવાની સાથે ચામડી ઢીલી પડે છે અને તેના પર રેખાઓ દેખાય છે. આ માટે મોંઘી ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર નથી. આપણા ઘરમાં જ એક એવું તેલ છે જે તમારી ત્વચાને ફરીથી ટાઈટ અને યુવાન બનાવી શકે છે. આ તેલ એટલે ‘એરંડાનું તેલ’ (Castor Oil).
એરંડાનું તેલ કેમ શ્રેષ્ઠ છે?
નિષ્ણાતોના મતે, ચહેરા (face)ની ત્વચાને કડક (Tight) બનાવવા માટે એરંડાનું તેલ ખૂબ જ ઉપયોગી છે. તેમાં એવા ગુણો હોય છે જે શરૂઆતમાં દેખાતી ઝીણી રેખાઓને દૂર કરે છે અને ચામડીને લટકતી અટકાવે છે.

તેલ ઉપયોગ કરવાની સાચી રીત
એરંડાનું તેલ ખૂબ જાડું અને ચીકણું હોય છે, તેથી તેને સીધું લગાવવાને બદલે બદામના તેલ (Almond Oil) સાથે મિક્સ કરીને લગાવવું જોઈએ.
એક વાટકીમાં થોડું એરંડાનું તેલ અને થોડું બદામનું તેલ મિક્સ કરો.
રાત્રે સૂતા પહેલા આ મિશ્રણના 3 થી 4 ટીપાં હાથમાં લો.
ચહેરા (face)પર હળવા હાથે માલિશ કરો. આ મિશ્રણ રાતભર તમારી ત્વચાને રિપેર કરશે અને ગ્લો લાવશે.

એરંડાના તેલના face ને 4 મોટા ફાયદા
ચહેરા (face)ને ભેજ આપે છે આ તેલ નેચરલ મોઇશ્ચરાઇઝર જેવું કામ કરે છે. તે ચામડીમાં ઊંડે સુધી ઉતરીને જરૂરી ભેજ આપે છે, જેથી ચહેરો સૂકો નથી પડતો.
કરચલીઓ સામે રક્ષણ આ તેલ ત્વચાને લચીલી રાખે છે. જેના કારણે ચહેરા (face) પર કરચલીઓ જલ્દી પડતી નથી અને તમે લાંબા સમય સુધી યુવાન દેખાઓ છો.
ખીલ અને ડાઘ મટાડે છે જો તમને ખીલની સમસ્યા હોય તો પણ આ તેલ કામનું છે. તે ખીલ મટાડવામાં અને ચહેરા (face)પરના જૂના ડાઘને આછા કરવામાં મદદ કરે છે.
તડકાથી બળેલી ત્વચા સુધારે છે ઉનાળામાં તડકાને કારણે ચહેરો (face)કાળો પડી ગયો હોય કે બળતરા થતી હોય, તો એરંડાનું તેલ ઠંડક આપે છે અને ચામડી સુધારે છે.
તો મિત્રો, 50 ની ઉંમરે પણ 30 ના દેખાવું હોય, તો આજથી જ આ સરળ ઘરેલુ નુસખો ચાલુ કરી દો. સુંદરતા કુદરતી છે, તેને કુદરતી રીતે જ સાચવો.
ડિસ્ક્લેમર – આ સમાચાર સામાન્ય માહિતી માટે છે. વધુ માહિતી માટે, નિષ્ણાતની સલાહ લો અથવા ડૉક્ટરની સલાહ લો.
આ પણ વાંચો: સવારે ઉઠતા જ ચહેરા પર શું લગાવવું જોઇએ? આ 3 વસ્તુઓથી આખો દિવસ તરોતાજા રહેશે તમારી ત્વચા!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
