એડિલેડ
એડિલેડના ઓવલ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારતઅને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે ૨૫૦ રન બનાવ્યા હતા. જો કેત્યારબાદ યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા ૨૩૫ રનમાં ઓલઆઉટ થઇ ગઈ છે, અને ભારતીય ટીમને ૧૫રનની લીડ મળી છે.
ઓસ્ટ્રેલિયાનીપ્રથમ ઇનિંગ્સ દરમિયાન જયારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં હતા ત્યારે કેપ્ટનવિરાટ કોહલીનો કઈક અલગ જ અંદાજ જોવા મળ્યો છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કોહલી અચાનક જ ડાન્સ કરવા માંડ્યો હતો.
Virat's loving it… #AUSvIND pic.twitter.com/JV0lxo4Aen
— cricket.com.au (@cricketcomau) December 8, 2018
જો કે કેપ્ટન કોહલીના આ ડાન્સને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા પણ પસંદ કરવામાં આવ્યો છેઅને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કોહલી મેદાનમાં ખાસ અંદાજમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ ડાન્સની એક કોમેન્ટટેટરે પ્રશંસા કરતા કહ્યું હતું કે, કેપ્ટન કોહલી પોતાને ગરમ રાખવા માટે આ પ્રકારની એક્ટીવિટી કરી રહ્યા છે.
