Not Set/ અમદાવાદ : યુવતીને બોસ સાથે હતા સેક્સ સંબંધ, પતિએ કર્યો આપઘાત

અમદાવાદ, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક વ્યક્તિએ સુસાઈડનો વીડિયો ઉતારીને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા તેને તેનો વિડીયો બનાવ્યો હતો જેમાં તેને તેની પત્ની, તેના બોસ, સાસુ-સસરા અને અન્ય એક વ્યક્તિને સજા અપાવવા માટે કહ્યું છે. એટલું જ નહીં તેને તેની પત્નીને લોન અપાવ્યા બાદ બોસ ખરાબ કામ કરવા માટે ગેસ્ટ હાઉસમાં લઈ જાય છે તેવું […]

Ahmedabad Gujarat
aaaw 9 અમદાવાદ : યુવતીને બોસ સાથે હતા સેક્સ સંબંધ, પતિએ કર્યો આપઘાત

અમદાવાદ,

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક વ્યક્તિએ સુસાઈડનો વીડિયો ઉતારીને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા તેને તેનો વિડીયો બનાવ્યો હતો જેમાં તેને તેની પત્ની, તેના બોસ, સાસુ-સસરા અને અન્ય એક વ્યક્તિને સજા અપાવવા માટે કહ્યું છે. એટલું જ નહીં તેને તેની પત્નીને લોન અપાવ્યા બાદ બોસ ખરાબ કામ કરવા માટે ગેસ્ટ હાઉસમાં લઈ જાય છે તેવું પણ વિડીયોમાં જણાવ્યું હતું. પોલીસે આ મામલે વીડિયોના આધારે પાંચ લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આપને જણાવીએ કે ગોમતીપુરનો નિવાસી ગારમેન્ટની એક ફેક્ટરીમાં સિલાઈ કામ કરતો હતો. આપઘાત કરનાર  ડાહ્યાભાઈ નીતિનના દસ વર્ષ પહેલા અમરાઈવાડીની એક યુવતી સાથે લગ્ન થયા હતા. જેમાં તેને એક સંતાન જ્યારે તેની પત્ની અજીત મિલ ચાર રસ્તા નજીક ગારમેન્ટની એક ફેક્ટરીમાં નોકરી કરતી હતી પરંતુ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તે ત્રણેક દિવસ પહેલા પિયર જતી રહી છે.

મહત્વનું છે કે મરતા પહેલા તેણે તેની બહેનને આ સુસાઈડ વીડિયો મોકલ્યો હતો.

પત્ની પિયર જતા રહેતા ગઈકાલે તેણે સાંજે પોતાના જ પહેલા વિડીયો બનાવીને પોતીની બહેનને મોકલ્યો અને પછી તેનેગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.