મંતવ્ય વિશેષ/ બજેટ નામ પડ્યું કેવી રીતે, વચગાળાનું બજેટ શું છે ?

પહેલાં મંતવ્ય વિશેષમાં આપણે સમજ્યા કે બજેટ શું છે. હવે બીજા મતવ્ય વિશેષમાં જાણો સરકાર પાસે ખર્ચ કરવા માટે પૈસા ક્યાંથી મળે છે…

Top Stories India
Mantavya Vishesh

પહેલાં મંતવ્ય વિશેષમાં આપણે સમજ્યા કે બજેટ શું છે. હવે બીજા મંતવ્ય વિશેષમાં જાણો સરકાર પાસે ખર્ચ કરવા માટે પૈસા ક્યાંથી મળે છે…સરકારની તિજોરીમાં રહેલા દરેક રૂપિયામાંથી મહત્તમ 34 પૈસા લોનમાંથી આવે છે. તો સરકાર વ્યાજ ચૂકવવા પર મહત્તમ 20 પૈસા ખર્ચે છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી પૂર્ણ બજેટને બદલે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. નવી સરકાર આવે અને સંપૂર્ણ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી વચગાળાનું બજેટ વર્તમાન સરકારને દેશ ચલાવવા માટે નાણાં પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં તમારા મનમાં એક પ્રશ્ન હશે કે સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં ખર્ચાય છે.

તો સરકારને ટેક્સ અને નોન ટેક્સ બંને સ્ત્રોતોમાંથી નાણાં મળે છે. તો સરકાર વ્યાજ ચૂકવવા સબસિડી અને યોજનાઓ સહિત અન્ય કામો પર નાણાં ખર્ચે છે. 1 ફેબ્રુઆરી 2023ના બજેટ ડેટાના આધારે એક રૂપિયાના ઉદાહરણથી સમજીએ, માની લો કે કુલ બજેટ 1 રૂપિયો છે..તો તેમાં 15 પૈસા ઈન્કમટેક્સ માંથી, 7 પેસા એક્સાઈઝ ડ્યુટી માંથી, 15 પૈસા કોર્પોરેશનનાં ટેક્સ માંથી, 17 પૈસા gst માંથી,34 પૈસા ઉધાર માંથી, 6 પૈસા નોન ટેક્સ રેસિપ્ટ માંથી, 2 પૈસા નોન ડેબ્ટ કેપિટલ રેસિપ્ટ માંથી તો 4 પૈસા ક્ટમમાં થી બજેટમાં આવે છે, આમ દેવાંથી ભારતનાં બજેટમાં 34 ટકા પૈસા આવે છે…

તો વ્યાજ ચુકવવા માટે ભારતનાં બજેટનાં 20 ટકા પૈસા ખર્ચ કરવામાં આવે છે… માની લો કે કુલ બજેટ 1 રૂપિયો છે, તો 4 પૈસા પેન્શ માં , 20 પૈસા કર્જ અને વ્યાજ માં, 18 પૈસા ટેક્સ પર રાજ્યનો ભાર, 17 પૈસા કેનદ્રીય યોજનાઓ પર ખર્ચ, 9 પૈસા કેન્દ્ર સ્પોન્સર્ડ યોજનાં માટે, 9 પૈસા વિત્ત આયોગ અને અન્ય સંસ્થાઓ માટે,8 પૈસા રક્ષા માટે, 7 પૈસા સબસીડી માટે તો 8 પૈસા અન્ય ખર્ચ માટે કાઢવામાં આવે છે…

હવે આપને જણાવીએ કે ભારતનું બજેટ વર્ષોથી કેવી રીતે વધ્યું છે, 26 નવેમ્બર 1947ના રોજ ષણમુગમ ચેટ્ટીએ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ 197.39 કરોડ રૂપિયા હતું.તો 2023માં રજૂ કરાયેલું બજેટ 45.03 લાખ કરોડ રૂપિયાનું હતું. 1947થી દેશમાં 73 સામાન્ય બજેટ 14 વચગાળાના બજેટ અથવા ચાર વિશેષ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યાં છે… છેલ્લા 5 વર્ષમાં 61 ટકા બજેટ વધ્યું છે..

હવે આપને જાણીવીએ બજેટ સાથે જોડાયેલાં કેટલાંક તથ્યો… 1955 સુધી બજેટ માત્ર અંગ્રેજીમાં છપાતું હતું,1956થી બજેટ હિન્દીમાં પણ છપાવા લાગ્યું
1999 પહેલા સામાન્ય બજેટ સાંજે 5 વાગ્યે રજૂ થતું હતું, બાદમાં1999થી તે સવારે 11 વાગ્યે રાજૂ થવા લાગ્યું, તો 2016 સુધી ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ થતું હતું, અને 2017માં બજેટ રજૂ કરવાનો દિવસ 1 ફેબ્રુઆરી કરવામાં આવ્યો
2016 સુધી રેલ બજેટ અલગથી રજૂ થતું હતું, 2017 માં રેલ બજેટને સામાન્ય બજેટમાં ભેળવી દેવાયું અને 2021માં પહેલીવાર પેપરલેસ બજેટ રજૂ કરાયું

દેશમાં લોકસભાની ચૂંટણીના બ્યુંગલ વચ્ચે નરેન્દ્ર મોદી સરકારનું આ વર્ષે વચગાળાનું બજેટ રજૂ થશે, ત્યારે નિર્મલા સીતારમનની આગેવાનીમાં બજેટને અંતિમ ઓપ અપાઈ ગયો છે. છેલ્લા બે વર્ષથી નિર્મલા સીતારમન પેપરલેસ બજેટ વાંચી રહ્યા છે, બજેટ તૈયાર કરાયા પછી તેનું છાપકાપ હલવા સેરેમની કરીને કરવામાં આવે છે. જણાવી દઈએ કે બજેટ છપાવાની પરંપરામાં ઉત્તરોત્તર બદલાવ આવ્યા છે, અગાઉ બજેટનું છાપકામ રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવતું હતું…વર્ષ 1950 પહેલા સુધી બજેટનું છાપકામ રાષ્ટ્રપતિ ભવનમાં થતું હતું. પરંતુ વર્ષ 1950ની સાલમાં એવી ઘટના બની કે તે સમયથી રાષ્ટ્રપતિ ભવનમાં છપાતું બજેટ બહાર છપાવા લાગ્યું. વર્ષ 1950ની સાલનું બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું. એ સમયે જોન મથાઈ ભારતના નાણામંત્રી હતા. બજેટની તમામ તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ હતી. ત્યારે બજેટ લીક થવાના સમાચાર આવ્યા હતા. બજેટમાં આવડી મોટી ચૂકને કારણે જોન મથાઈને રાજીનામું આપવું પડ્યું હતું. આ ઘટનાએ બજેટ છાપવાની પરંપરાને બદલી નાંખી. એ વર્ષ સુધી બજેટ રાષ્ટ્રપતિ ભવનમાં છપાતું હતું. આ ઘટના પછી સરકારે બજેટ છાપવા માટે નવી દિલ્હીના મિન્ટો રોડ શિફ્ટ કરાયું હતું. વર્ષ 1980માં ફરી એક વખત બજેટ છાપવાની જગ્યા બદલાઈ અને બજેટ નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં છપાવા લાગ્યું. છેલ્લા બે વર્ષથી મોદી સરકારમાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે નિર્મલા સિતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ 2024 રજૂ કરવાની સાથે, જ તેઓ મનમોહન સિંહ, અરુણ જેટલી, પી ચિદમ્બરમ અને યશવંત સિંહા જેવા ભૂતપૂર્વ નાણામંત્રીઓના રેકોર્ડને પાછળ છોડી દેશે. ઉપરોક્ત નાણાં મંત્રીઓએ સતત 5 બજેટ રજૂ કર્યા હતા. નાણા પ્રધાન તરીકે, દેસાઈએ 1959-1964 વચ્ચે 5 વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાના બજેટ પર મતદાન કરવામાં આવશે. આનાથી સરકારને એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણીઓ બાદ નવી સરકાર આવે ત્યાં સુધી અમુક બાબતો પર ખર્ચ કરવાનો અધિકાર મળશે.

આગામી દિવસોમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી હોવાથી સીતારામનના વચગાળાના બજેટ 2024માં કોઈ મોટા નીતિગત ફેરફારોની કોઈ શક્યતા નથી. નાણામંત્રીએ ગયા મહિને એક કાર્યક્રમમાં ઇન્ટરિમ બજેટમાં કોઈ ‘મોટી જાહેરાત’ કરવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ સામાન્ય ચૂંટણી પહેલા માત્ર વોટ ઓન એકાઉન્ટ હશે. સંસદમાં પસાર થયા પછી વોટ ઓન એકાઉન્ટ સરકારને એપ્રિલ-જુલાઈ સમયગાળા માટેના ખર્ચને પહોંચી વળવા માટે દેશના કુલ ભંડોળમાંથી થોડાક નાણાં ઉપાડવાની મંજૂરી આપશે. સામાન્ય ચૂંટણી બાદ જૂનની આસપાસ નવી સરકાર રચાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં, નવી સરકાર દ્વારા આગામી જુલાઈમાં 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ થશે. સામાન્ય રીતે, વચગાળાના બજેટમાં મોટી નીતિગત જાહેરાતો હોતી નથી, પરંતુ અર્થતંત્ર સામેના પ્રશ્નોનો સામનો કરવા માટે જરૂરી એવા પગલાં લેવાથી સરકાર પર કોઈ પ્રતિબંધ નથી. 2014 માં મોદી સરકાર સત્તામાં આવ્યા પછી, અરુણ જેટલીએ નાણા મંત્રાલયનો હવાલો સંભાળ્યો અને 2014-15 થી 2018-19 સુધી સતત 5 બજેટ રજૂ કર્યા. વર્ષ 2017માં સરકારે બજેટ ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસને બદલે તારીખે રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે 28 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાની પરંપરાનો અંત આવ્યો હતો.

જેટલીની નાદુરસ્ત તબિયતને કારણે મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળતા પીયૂષ ગોયલે 1 ફેબ્રુઆરી, 2019ના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પીયુષ ગોયલે પગારદાર કરદાતાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કર્યું હતું. ઉપરાંત, જે કરદાતાઓની વાર્ષિક કરપાત્ર આવક રૂ. 5 લાખથી વધુ નથી, તેમના માટે કર મુક્તિ રૂ. 2500 થી વધારીને રૂ. 12,500 કરવામાં આવી છે.

તો નિર્મલા સીતારામન બજેટ રજૂ કરનાર બીજા મહિલા છે, મોદી સરકારે 2019ની સામાન્ય ચૂંટણી પછી તેમના બીજા કાર્યકાળમાં નિર્મલા સીતારામનને નાણા વિભાગની જવાબદારી સોંપી હતી. બજેટ રજૂ કરનાર ઈન્દિરા ગાંધી પછી તેઓ બીજા મહિલા છે. ઈન્દિરા ગાંધીએ નાણાકીય વર્ષ 1970-71નું બજેટ રજૂ કર્યું હતું. તે વર્ષે, સીતારામને બજેટ દસ્તાવેજો માટે ઉપયોગમાં લેવાતા પરંપરાગત ‘બ્રિફકેસ’ને દૂર કર્યું અને તેના સ્થાને રાષ્ટ્રીય પ્રતીક ધરાવતું ‘બહી-ખાતા’નો અમલ કર્યો. ભારત 2027-28 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર અને 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે.

તો બજેટ 2024 નજીક આવવાની સાથે જ ઈલેક્ટ્રોનિક્સ અને ડ્યુરેબલ્સ ઉદ્યોગને કેટલીક આશા છે, તો કેટલોક ડર પણ છે. આ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગ્રોથ જોવા મળ્યો છે. આ ઉપરાંત મેક ઈન ઈન્ડિયા જેવા સરકારી કાર્યક્રમોને કારણે પણ આ ક્ષેત્રનો વિકાસ થયો છે. ઘણા લોકોનું કહેવું છે કે ઈલેક્ટ્રોનિક્સ માર્કેટને પ્રોત્સાહન આપવા માટે સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર અને વૉશિંગ મશીનના નિર્માણ માટે PLI યોજનાઓનો વિસ્તાર કરવો જોઈએ. આ ઉત્પાદનો પર આવકવેરા સ્લેબમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. કેટલાક રિપોર્ટ મુજબ આ બજેટમાં 2024માં મોબાઈલ ફોન ઘટકો પર આયાત કર ઘટવાની શક્યતા છે. જો સરકાર આ પ્રસ્તાવ પર નિર્ણય લે છે, તો એપલ જેવી કંપનીઓને ફાયદો થવાની શક્યતા છે.

તો ઘણી સ્માર્ટફોન મેકિંગ કંપની પ્રોડક્શનનો ખર્ચો ઘટાડવા માટે કોમ્પોનન્ટસની સંખ્યા ઘટાડવા ઈચ્છે છે. ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિયેશન મુજબ કેમેરા મોડ્યુલ અને ચાર્જર સહિત મોબાઈલ ફોનના સ્પેર પાર્ટ્સ પર આયાત કર 2.5 થી 20 ટકા સુધી છે. તો ટેલિવિઝન નિર્માણ માટે જરૂરી ઓપન સેલ કોમ્પોનન્ટ્સની કિંમતો જુદી જુદી હોય છે. તેમાં 10થી 80 ટકા વચ્ચે ઉતાર ચડાવ થયા કરે છે. પરંતુ જેમ જેમ આ કિંમતો વધશે, ટીવીની કિંમતો પણ વધવાની શક્યતા છે. આગામી બજેટમાં આ મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.જો કે, છેલ્લા બે બજેટમાં સ્માર્ટફોન, ટીવી અને કમ્પ્યુટર જેવી વસ્તુઓની કિંમતો ઘટી છે. ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીને આ વર્ષે પણ આ કિંમતો ઘટવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો