Not Set/ અનામત લેવા ગુર્જરો રેલ્વેના પાટા પર બેઠાં,અમદાવાદ આવતી 15 ટ્રેનોના શીડ્યુઅલ ખોરવાયા

જોધપુર, રાજસ્થાનના સવાઇ માધોપુરના ગુર્જર સુમદાયના લોકો અનામતની માંગણી સાથે મકસુદનપુરા ગામ પાસે ટ્રેનના પાટા પર બેસી જતાં અનેક ટ્રેનોના શીડ્યુઅલ ખોરાવાયા હતા.ગુર્જરો ટ્રેનના પાટા પર બેસી જતાં વેસ્ટર્ન રેલ્વેના કોટા ડિવીઝનની 7 ટ્રેનો ડાઇવર્ટ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોના ટાઇમ ટેબલ બદલવામાં આવ્યા છે. Members of Gujjar community sitting on railway track in […]

Top Stories India
opp 6 અનામત લેવા ગુર્જરો રેલ્વેના પાટા પર બેઠાં,અમદાવાદ આવતી 15 ટ્રેનોના શીડ્યુઅલ ખોરવાયા

જોધપુર,

રાજસ્થાનના સવાઇ માધોપુરના ગુર્જર સુમદાયના લોકો અનામતની માંગણી સાથે મકસુદનપુરા ગામ પાસે ટ્રેનના પાટા પર બેસી જતાં અનેક ટ્રેનોના શીડ્યુઅલ ખોરાવાયા હતા.ગુર્જરો ટ્રેનના પાટા પર બેસી જતાં વેસ્ટર્ન રેલ્વેના કોટા ડિવીઝનની 7 ટ્રેનો ડાઇવર્ટ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોના ટાઇમ ટેબલ બદલવામાં આવ્યા છે.

રાજસ્થાન સરકારે ત્રણ મંત્રોઓને ગુર્જર આંદોલનકારીઓ સાથા વાતચીત કરવા માટે નિયુક્ત કર્યા છે.

રાજસ્થાનમાં 5 ટકા અનામતની માંગણી સાથે ગુર્જરોએ શુક્રવારથી દિલ્હી મુંબઇ ટ્રેનના ટ્રેક પર કબજો જમાવી દીધો હતો.આના કારણે અમદાવાદ તરફ આવી રહેલી 15 જેટલી ટ્રેનો મોડી ચાલી રહી હતી.આમાંથી અમુક ટ્રેનોને ડાયવર્ટ કરાઇ હતી.

ગુર્જર આંદોલનને કારણે રાજ્ય સરકારે હજારો પોલિસો તૈનાત કરી દીધા છે અને ગુર્જરોની જ્યાં વસતિ વધારે છે ત્યાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી છે.

સવાઇ માધોપુર જીલ્લામાં ગુર્જર સમાજની મહાપંચાયત થઇ હતી જેમાં અનામત સમિતિના સંયોજક કર્નલ કિરોડી સિંહ બૈંસલાએ કહ્યું કે ગુર્જર સહિત રાયકા,બંજારા,ગાડિયા લુહાર અને રબારી જાતિના લોકોને પાંચ ટકા અનામત આપવા માટે 20 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.