પ્રવાસ/ એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે આવશે બોરીસ જ્હોન્સન, Brexit બાદ…

બોરીસ જ્હોન્સનની તેમની આ ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ કરાર થવાની વાત કહેવામાં આવી રહી છે.

Top Stories India
A 173 એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે આવશે બોરીસ જ્હોન્સન, Brexit બાદ...

યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે આવશે. યુરોપિયન યુનિયનથી બ્રિટેનથી અલગ થયા બાદ આ તેમની પ્રથમ મોટો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે. આ માહિતી તેમની કચેરીએ આપી હતી. બોરીસ જ્હોન્સનની તેમની આ ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ કરાર થવાની વાત કહેવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે અગાઉ બોરીસ જ્હોન્સન 26 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિન પર નવી દિલ્હી આવવા જઇ રહ્યા હતા પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે તેમણે તેમનો પ્રવાસ રદ કર્યો હતો.

આ પણ વાંચો : મંત્રી ઈશ્વર પટેલને રસી લેવાના બીજા દિવસે થયો કોરોના

ત્યારબાદ જ્હોન્સનએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને મહામારીની પરિસ્થિતિને કારણે તેમનો પ્રવાસ રદ કરવા બદલ દિલગીર થયા હતા. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોનસનને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પરેડના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા. ગયા મહિને ભારતમાં નિયુક્ત થયેલા નવા બ્રિટીશ હાઈ કમિશનર એલેક્સ એલિસે જણાવ્યું હતું કે વડા પ્રધાન બોરીસ જ્હોનસનની નવી દિલ્હી મુલાકાતની તૈયારી ચાલી રહી છે. ઉપરાંત, જી 7 અને કોપ 26 પરિષદોમાં ભારતનું સ્વાગત કરવું તાત્કાલિક પ્રાથમિકતાઓ છે. બ્રિટને ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના કોર્નવોલ ક્ષેત્રમાં જૂનમાં યોજાનારી જી 7 સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો : મતભેદો ભુલાવવા પંજાબના CM અને આ નેતા મળશે ફરીથી, મુખ્યમંત્રીએ આપ્યું લંચનું આમંત્રણ

જ્હોન્સન જી 7 નેતાઓની ડિજિટલ મીટિંગનું આયોજન કરશે

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોનસન જૂનમાં જી 7 શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. જી 7 માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જૂનમાં કોર્નવોલમાં યોજાનારી જી 7 શિખર સંમેલનમાં ભાગ લે તેવી સંભાવના છે. બ્રિટને આ પરિષદમાં ભારત, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને અતિથિ રાષ્ટ્ર તરીકે આમંત્રિત કર્યા છે.