Not Set/ ભારતે બનાવ્યો રસીકરણમાં નવો રેકોર્ડ, એક જ દિવસમાં અધધધ લોકોએ મુકવી રસી

ભારતે બનાવ્યો રસીકરણમાં નવો રેકોર્ડ, એક જ દિવસમાં અધધધ લોકોએ મુકવી રસી

India
corona ૧૧૧૧ 10 ભારતે બનાવ્યો રસીકરણમાં નવો રેકોર્ડ, એક જ દિવસમાં અધધધ લોકોએ મુકવી રસી

વૈશ્વિક મહામારી કરોને વિશ્વભરમાં પોતાનો આતંક ફેલાવ્યો છે. ત્યારે કોરોના સામે લડવા માટે ઘણા દેશોએ રસીકરણ શરુ કર્યું છે. જેમાં ભારતમાં પણ રસીકરણ  શરુ થઇ ચુક્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં 20 લાખથી વધુ લોકોએ કોરોના રસી મુકાવી છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રસીકરણ અભિયાનના 56 માં દિવસે 30,561 સત્રો દ્વારા 20,53,537 લોકોને રસી ડોઝ આપવામાં આવ્યો છે. આમાંથી, 16,39,663 આરોગ્ય કામદારો (એચસીડબ્લ્યુ) અને ફ્રન્ટલાઈન કામદારો (એફએલડબ્લ્યુ) પહેલાથી જ રસીના પ્રથમ ડોઝથી લાભ મેળવી ચૂક્યા છે. ઉપરાંત, 4,13,874 એચસીડબ્લ્યુ અને એફએલડબ્લ્યુને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં, રસીના કુલ 2,82,18,457 ડોઝ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર, કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંનું એક છે. અહીં દેશના  63..57 ટકા સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં, 15,817 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, 20 થી વધુ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1000 થી ઓછા સક્રિય કેસ છે