Political/ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાણીપુરીનું સેન્ટર ખોલ્યું!વીડિયો વાયરલ

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો લોકોને આમલીના પાણીમાં બોળીને બટાકાથી ભરેલો મસાલા ભરીને લોકોને પાણીપુરી ખવડાવી રહ્યા હતા

Top Stories India
4 18 પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાણીપુરીનું સેન્ટર ખોલ્યું!વીડિયો વાયરલ

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાણી પુરી બનાવતા જોવા મળી રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે તેમમે પાણીપુરીનો સ્ટોલ ઓપન કર્યું હોય, પરતું વાસ્તવિકતા એ છે કે મમતા બેનર્જીએ દાર્જિલિંગની તેમની મુલાકાત દરમિયાન મંગળવારે રસ્તાની બાજુના સ્ટોલ પર પાણીપુરી બનાવી લોકો સાથે જોડાવા માટે એક નવીન રીત અપનાવી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો લોકોને આમલીના પાણીમાં બોળીને બટાકાથી ભરેલો મસાલા ભરીને લોકોને પાણીપુરી ખવડાવી રહ્યા હતા.  દાર્જિલિંગમાં સ્વ-સહાય જૂથ (SHG) ની મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લીધી અને ‘ફૂચકા’ (પાણીપુરી) બનાવવામાં તેમની કુશળતા બતાવી હતી.

પાણીપુરીને પશ્ચિમ બંગાળમાં ફુચકા કહેવામાં આવે છે. વીડિયો શેર કરીને, TMCએ ટ્વિટ કર્યું “અમારા માનનીય અધ્યક્ષ મમતા બેનર્જી દાર્જિલિંગમાં SHG દ્વારા ચલાવવામાં આવતા ફૂડ સ્ટોલ ‘સન્ડે હાટ’ પર પહોંચ્યા. મહિલાઓની તેમની મહેનત માટે તેમની પ્રશંસા કરી હતી, તેઓ બંગાળના મનપસંદ ફુચકાની તૈયારીમાં તેમનો સાથ આપે છે અને ઉત્સાહી બાળકોને સ્વાદિષ્ટ નાસ્તો પણ પીરસે છે.”

TMC ચીફ ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનના નવા ચૂંટાયેલા બોર્ડના સભ્યોના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે મંગળવારે દાર્જિલિંગની મુલાકાતે છે. બુધવારે તેમનો બીજો કાર્યક્રમ છે. બેનર્જીએ દાર્જિલિંગની તેમની છેલ્લી મુલાકાત દરમિયાન રોડ કિનારે એક સ્ટોલ પર લોકપ્રિય તિબેટીયન ફૂડ ‘મોમો’ તૈયાર કર્યું હતું. 2019 માં, દીઘાના દરિયાઈ રિસોર્ટ શહેરથી કોલકાતા પરત ફરતી વખતે, તેણે એક સ્ટોલ પર ચા તૈયાર કરી અને લોકોને પીરસી.