ઈન્દોરમાં 17 ઓગસ્ટની મોડી રાત્રે એક ગાર્ડનો તેના પડોશીઓ સાથે શ્વાનના ફરવાને લઈને વિવાદ થયો હતો. મામલો એટલો વધી ગયો કે ગાર્ડ તેના ઘરે ગયો અને તેની લાઇસન્સવાળી બંદૂક લાવ્યો અને પડોશીઓ પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા લોકો સંબંધમાં સાળા- બનેવી હતા. ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આ ઘટના મોડી રાત્રે ખજરાના વિસ્તારના કૃષ્ણબાગ કોલોનીમાં બની હતી. એડિશનલ ડીસીપી અમરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર આરોપી ગાર્ડનું નામ રાજપાલ રાજાવત છે. જે બેંક ઓફ બરોડામાં ગાર્ડ તરીકે નોકરી કરે છે. રાજપાલ રાજપાલ અને તેના ઘરની સામે રહેતા પાડોશી લલિત વચ્ચે લડાઈ થઈ. ગાર્ડ રાજપાલ શ્વાનની લડાઈને લઈને પડોશીઓ સાથે લડવા લાગ્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે રાજપાલ ગુસ્સામાં તેના ઘરે ગયો અને ધાબા પર ચઢી ગયો અને તેની લાઇસન્સવાળી ડબલ બેરલ ગન બહાર કાઢી. આ પછી તેણે ટેરેસ પરથી જ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં ગોળી લાગવાથી 2 લોકોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા.
મૃતકોના નામ રાહુલ અને વિમલ છે. બંનેના સંબંધમાં સાળા- બનેવી લાગે છે. વિમલ નિપાનિયામાં સલૂન ધરાવે છે અને તેના લગ્ન 8 વર્ષ પહેલા રાહુલની બહેન આરતી સાથે થયા હતા. તેમને બે દીકરીઓ છે. રાહુલ લસુડિયા વિસ્તારમાં આવેલી ઓફિસમાં કામ કરે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગાર્ડ રાજપાલ લગભગ 11 વાગે શ્વાનને લઈ જઈ રહ્યો હતો. એટલામાં બીજો શ્વાન આવ્યો અને બંને લડવા લાગ્યા. જ્યારે રાહુલના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો તો બબાલ થઈ. બોલાચાલી વધી અને રાહુલના પરિવારના બાકીના લોકો પણ બહાર આવી ગયા. ગુસ્સે ભરાયેલો ગાર્ડ ઘરે દોડી ગયો અને બંદૂક લઈને પહેલા માળે પહોંચ્યો. ત્યાંથી તેણે રાહુલ, વિમલ અને તેના પરિવાર પર ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો:આજે ઝીરો શેડો ડે છે… નહીં દેખાય આજે તમને તમારો પડછાયો
આ પણ વાંચો:વિસ્તારાની દિલ્હી-પુણે ફ્લાઈટમાં બોમ્બની ધમકી, એજન્સીઓ દિલ્હી એરપોર્ટ પર એરક્રાફ્ટની
આ પણ વાંચો:મિશન 2024 માટે ભાજપની વ્યૂહરચના નક્કી, બિહારના 3-4 સાંસદો માટે બેઠકમાં ફેરબદલ શક્ય