આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે. ખરેખર તો આ મફિન તમારા બાળકો અને તમે પોતે પણ જ્યારે આ મફિન બનાવતા હશો ત્યારે જ તેને ખાવાની ધીરજ નહીં રાખી શકશો, અને જ્યારે તમે તેનો સ્વાદ માણશો ત્યારે તમને નવાઇ લાગશે કે એગ્લેસ એપલ મફિન તમારા મોઢામાં ક્યારે અંદર જતા રહ્યા તેની સમજ પણ નહીં રહે, કારણ કે તેનો સ્વાદ તમે ધાર્યો હશે તેના કરતા પણ વધુ મધુર બને છે.
સામગ્રી
1 1/4 કપ સમારેલા સફરજન (છાલ કાઢ્યા વગરના)
1/4 ટીસ્પૂન તજનો પાવડર
1 કપ ઘઉંનો લોટ
1/2 ટીસ્પૂન બેકિંગ સોડા
મીઠું (એક ચપટીભર)
1/2 કપ સાકર
1/2 ટીસ્પૂન વેનીલાનું એસેન્સ
3 ટેબલસ્પૂન પીગળાવેલું માખણ
1/2 ટેબલસ્પૂન વિનેગર
તજનો પાવડર (ઉપર છાંટવા માટે)
બનાવવાની રીત
ઘઉંનો લોટ, બેકિંગ સોડા, તજનો પાવડર અને ચપટીભર મીઠું ચારણી વડે એક ઊંડા બાઉલમાં ચાળીને બાજુ પર રાખો. પછી એક નોન-સ્ટીક પેનને ગરમ કરી તેમાં 1/2 કપ પાણી અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
તે પછી પેનને તાપ પરથી નીચે ઉતારી તેમાં વેનીલાનું ઍસેન્સ, માખણ અને વિનેગર મેળવી સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં ચારણી વડે ચાળેલો લોટ તથા ૨ ટેબલસ્પૂન પાણી મેળવી વ્હીસ્ક (whisk) વડે સારી રીતે ભેળવી લો.
તે પછી તેમાં સફરજન મેળવી સારી રીતે મિક્સ કરી લો. હવે મફિન ટ્રેના 9 ખાનામાં 9 પેપર કપ મૂકો. તે પછી દરેક કપમાં એક ચમચા જેટલું તૈયાર કરેલું ખીરૂં મૂકી ટ્રેને હળવેથી ઠપઠપાડી લો. ત્યાર પછી દરેક કપ પર તજનો પાવડર છાંટી લો.
આમ તૈયાર થયેલી ટ્રેને આગળથી ગરમ કરેલા ઑવનમાં 180° સે (360° ફે)ના તાપમાન પર 20 મિનિટ અથવા મફિન ટુથપીક ખોસી સહેલાઇથી કાઢી શકાય એવા તૈયાર થાય ત્યાં સુધી બેક કરી લો. ગરમ જ પીરસો.
આ પણ વાંચોઃ Sisodiya-Custody/ મનીષ સિસોદિયાની જ્યુડિસિયલ કસ્ટડી 12 મે સુધી લંબાવાઈ
આ પણ વાંચોઃ સ્પેસ ટેન્કર/ લો હવે વારંવાર ઉપગ્રહ મોકલવાનો ખર્ચ બચશે, સ્પેસમાં જ ખૂલશે ‘પેટ્રોલ પમ્પ’
આ પણ વાંચોઃ Rcapital-LIC-EPFO/ અનિલ અંબાણીની કંપનીમાં ડૂબી જશે LIC અને EPFOના પૈસા!