ભારતના મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે. હિન્દુ ધર્મમાં તેનો ખૂબ જ મહીમાં છે. આયુર્વેદમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે તુલસીમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન વગરે હોય છે . તુલસી એ શરદી અને સુક્ષ્મ બીમારીઓથી પણ શારીરિક બચાવ પણ છે. કોરોના સામે રક્ષણ આપવામાં તુલસી ખૂબ જ ઉપયોગી છે. તુલસીથી ઇમ્યુનિટી સિસ્ટમની શક્તિમાં પણ વધારો થાય છે.
જો તુલસીનું જરૂરીયાતથી વધુ સેવન કરવામાં આવે તો તેનાથી નુકશાન પણ થઈ શકે છે. આમ પણ એક કહેવત પ્રચલિત છે” જે પોષતું એ મારતું “ એ અહી સાર્થક થાય છે.
ડાયાબિટીઝના દર્દીઓ માટે હાનિકારક છે: બ્લડ સુગર ઘટાડવાનું કામ કરે છે. જે લોકો ડાયાબિટીઝ અથવા હાઈપોગ્લાયસીમિયાના દર્દીઓ છે અને ખાંડની દવા લઈ રહ્યા છે, જો તેઓ તુલસીનું સેવન કરે છે, તો તેમની બ્લડ શુગરમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે, જે હાનિકારક હોઈ શકે છે. આવો જણાવીએ તુલસી ખાવાથી કોને નુકસાન થઈ શકે છે, જાણો કોણે ન ખાવી.
સગર્ભા સ્ત્રીઓએ માટે નુકશાનકારક:
સગર્ભા સ્ત્રીઓએ તુલસી આરોગતા પૂર્વે ધ્યાન આપવું જોઈએ. તેમાં યુજેનોલ નામનું તત્વ હોય છે. જે શરૂઆતના સમયગાળામાં નુકશાનકારક બની શકે છે. તુલસીના વધારે પડતા સેવનથી પણ ગર્ભાવસ્થામાં ઝાડા થઈ શકે છે.
એસિડિટી: એસિડિટી નો અકસર ઈલાજ તુલસી છે . પણ જો તમે જરૂર કરતાં તુલસીનું સેવન કરો છો, તો પછી તમે પેટમાં બળતરા, પીડા અને એસિડિટી થઈ શકે છે.
