સોશ્યલ મિડીયામાં દિવસેને દિવસે અનેક વિડીયો વાઇરલ થતાં હોય છે. ત્યારે હવે એક પોલીસકર્મી નશાની હાલતમાં છે તેવો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો બીજો ક્યાંયનો નહીં પરંતુ ગાંધીના ગુજરાતમાં આવેલા અરવલ્લીનો છે.
વિડીયોમાં તમે જોઇ શકો છે એક પોલીસકર્મીએ દારૂના નશામાં ઘુત થઇ ગયો છે. દારૂના નશામાં ધૂત આ પોલીસકર્મી શાક-ભાજીના બજારમાં દાદાગીરી કરી રહ્યો છે. તેમજ ખોફ બતાવી રહ્યો છે.
જો કે પોલીસકર્મીએ એટલી હદ્દે નશો કર્યો છે કે તેના પોતાનામાં ઉભુ રહેવાનો પણ દમ નથી. લથડીયા પણ ખાઇ રહ્યો છે. આ વિડીયો વાઈરલ થતાં અરવલ્લીના પોલીસ બેડામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મહત્વનું છે કે સરકાર દારૂબંધીના કડક અમલ માટે સક્રિય બની છે. ત્યારે પ્રજાના સેવક અને સેવા,સુરક્ષા,શાંતિની અપીલ કરતાં પોલીસકર્મી પોતે જ નશામાં ધુત થઇ ગયા છે. જો કોઇ સામાન્ય માણસ નશાની હાલતમાં પકડાઇ તો તેને સજા કરવામાં આવે છે. તો શું આ નશામાં ઘુત થઇને દાદાગીરી કરતાં પોલીસકર્મી વિરુદ્ઘમાં કોઇ પગલા ભરાશે કે પછી તેને છાવરવામાં આવશે તે પણ એક સવાલ છે.
