શ્રીનગર,
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર સ્તિથ SMHS હોસ્પિટલમાં આતંકવાદીઓએ પોલીસની ટુકડી પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક પોલીસકર્મીનું મોત નીપજયું છે. જયારે ૨ ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ જેલમાંથી SMHS હોસ્પિટલમાં આતંકીઓનું ચેક અપ કરવા માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે આતંકવાદીઓએ પોતાના સાથીને છોડાવવા માટે આ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે આતંકીઓ ફરાર થયા છે જેમાં લશ્કર એ તોયબ્બાના અબુ હંજુલા નામનો આતંકી પણ સામેલ છે. આતંકી હુમલા બાદ સુરક્ષાકર્મીઓએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી છે.
આ હુમલા બાદ શ્રીનગરના એસપી ઈમ્તિયાઝ ઈસ્માઈલે જણાવ્યું હતું કે, ” અમે બધા આતંકીઓને હોસ્પિટલમાં ચેક અપ કરવવા માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે પોલીસની ટુકડી પર હુમલો થયો હતો. આ હુમલામાં અબુ હંજુલા નામનો આતંકી ફરાર થવામાં સફળ થયો છે. ઉલ્લેખનીય છે કે, અબુ હંજુલા પાકિસ્તાનની નાગરિક છે અને તેને કુલગામમાંથી પકડવામાં આવ્યો હતો.
#UPDATE Terrorists fired shots at Shri Maharaja Hari Singh hospital in Srinagar when policemen were escorting a Pakistani prisoner Naveed. The prisoner escaped during the firing & terrorists fled the spot. Two policemen injured, out of which one is critical #JammuAndKashmir pic.twitter.com/9stVEWeFMY
— ANI (@ANI) February 6, 2018
હોસ્પિટલમાં પોલીસકર્મીઓ પર થયેલા આતંકી હુમલાને વખોડતા પૂર્વ જનરલ જી. ડી. બખ્શીએ જણાવ્યું, આ હુમલો અતિ દુર્ભાગ્યપૂર્ણ છે. પાકિસ્તાનથી આવા વાળા આતંકીઓનો ઈલાજ જરૂરી છે. આ માનવીના રૂપમાં ભેડિયાઓ છે, તે સતત આતંક વિરુધી પ્રવુત્તિઓ કરી રહ્યા છે.
મહત્વનું છે કે, હમણાં જ પાકિસ્તાન દ્વારા સીમા પાર સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ ફાયરીંગમાં રવિવારે કેપ્ટન કપિલ કુંડુ સહિત ચાર જવાનો શહીદ થયા હતા.
