રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ધારાસભ્ય ગોવિંદ પટેલે કમિશન લેવાના આક્ષેપ કર્યા છે. ત્યારે આ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે ધારાસભ્ય ગોવિંદ પટેલની ફરિયાદ નવી નથી આ પહેલાં પણ રાજકોટના પોલીસ કમિશનર સામે રજૂઆત મળી ચૂકી છે. જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે આક્ષેપો ગંભીર છે અને આ મામલે જરૂર પડશે તો તપાસ માટે કમિટી બનાવવામાં આવશે..

- ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
- રાજકોટ CPની કમિશનબાજીની પહેલા પણ ફરિયાદ મળી
- ધારાસભ્ય ગોવિંદભાઇએ પહેલા ફરિયાદ કરી હતી
- MLAની ફરિયાદ નવી નથી ભૂતકાળથી ચાલી આવે છે
- CP સામે ગંભીર આક્ષેપો, જરૂર પડશે તો કમિટી બેસાડીશું
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશનર ઉપર હપ્તાખોરીનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે CP મનોજ અગ્રવાલ વિરૂદ્ધ હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. મારી પાસે પુરાવા હતા એટલે મે ફરિયાદ કરી અને કાયદો અને વ્યવસ્થાને અનુસંધાને જ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. ફોનની ડિટેલ કઢાવશો એટલે બધુ જ ખ્યાલ આવશે.
જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ
રાજકોટમાં જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદની પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલા આક્ષેપોની તપાસ કરવામાં આવશે. કયા પોલીસ સ્ટેશનમાં અરજી થઇ છે તેની પણ તપાસ થશે. સમગ્ર મામલે જેમની પણ બેદરકારી હશે તેમની સામે પગલાં લેવાશે તેમ જેસીપીએ જણાવ્યું. આ આક્ષેપ ગંભીર છે. અને આ બાબતે તપાસ કરવામાં આવશે.
શું છે મામલો ?
મહેશ સખીયાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેતરપીંડીના 15માંથી 7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમાંથી રૂપિયા75 લાખ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પોતાના PI મારફતે લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના રૂપિયા 30 લાખની ઉઘરાણી PI દ્વારા ફોનથી મહેશ પાસે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ કમિશ્નર પર આ પ્રકારના પૈસા લેવાનો આક્ષેપ કરતા હાહાકાર મચી જવા પામ્યો છે.

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું ગોવિંદભાઈને સમર્થન
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ ધારાસભ્ય ગોવિંદ પટેલની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ મેં પણ પોલીસ વિરુદ્ધ ફરિયાદો કરેલી જ છે અને ગોવિંદભાઈ આ કેસને લઈને જ્યારે ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા ત્યારે હું તેમની સાથે હતો. કમિશનરનું કામ ઉઘરાણી કરવાનું છે. જમીનોના સેટલમેન્ટ કરવાનું છે અને હપ્તાખોરીનું કામ ચાલુ જ છે. ખરેખર ન થવું જોઈએ. સરકારે પગલાં ભરવા જોઇએ. મેં ઉપર ધ્યાન દોર્યું હતું કે કોઈની ફરિયાદ નથી લેતા.
