Not Set/ ગ્રાહકે આપેલા 10 ના સિક્કા ને કહી ‘ના’ અને કોર્ટે દુકાનદારને દંડ ફટકાર્યો રૂપિયા 200નો

તમે ઘણીવાર સાંભળ્યું હશે અથવા અનુભવ્યું હશે કે 10ના સિક્કા ચલણમાં નથી અથવા દુકાનદાર કહે ના 10ના સિક્કા અમે નથી લેતા. આવું જ મધ્યપ્રદેશના મુરૈના જીલ્લામાં બન્યું હતું. અરુણ જૈનની દુકાન છે જ્યાં આકાશ નામનો ગ્રાહક ખરીદી માટે ગયો હતો અને રૂમાલની ખરીદી કર્યા બાદ જયારે એને પૈસા ચુકવવા માટે 10ના સિક્કા આપ્યા તો દુકાનદારે આ સિક્કો લેવાની […]

India
105 ગ્રાહકે આપેલા 10 ના સિક્કા ને કહી ‘ના’ અને કોર્ટે દુકાનદારને દંડ ફટકાર્યો રૂપિયા 200નો

તમે ઘણીવાર સાંભળ્યું હશે અથવા અનુભવ્યું હશે કે 10ના સિક્કા ચલણમાં નથી અથવા દુકાનદાર કહે ના 10ના સિક્કા અમે નથી લેતા. આવું જ મધ્યપ્રદેશના મુરૈના જીલ્લામાં બન્યું હતું.

અરુણ જૈનની દુકાન છે જ્યાં આકાશ નામનો ગ્રાહક ખરીદી માટે ગયો હતો અને રૂમાલની ખરીદી કર્યા બાદ જયારે એને પૈસા ચુકવવા માટે 10ના સિક્કા આપ્યા તો દુકાનદારે આ સિક્કો લેવાની ના પાડી અને કહ્યું કે બજારમાં 10નો સિક્કો ચલણમાં નથી.

court hammer e1533212753536 ગ્રાહકે આપેલા 10 ના સિક્કા ને કહી ‘ના’ અને કોર્ટે દુકાનદારને દંડ ફટકાર્યો રૂપિયા 200નો

ગ્રાહક આકાશે દુકાનદાર ને જણાવ્યું કે મુરૈનાના કલેકટરે આદેશ આપ્યો છે કે 10ના સિક્કાને લેવા માટે કોઈ ના પાડી શકે નહી. તેમ છતાં દુકાનદારે ગ્રાહકને ના પાડી સામાન આપ્યા વગર રવાના કરી દીધો. ત્યારબાદ ગ્રાહક આકાશ, જોરા પોલીસ સ્ટેશન ગયો અને એફઆઈઆર નોંધાવી.

પોલીસે કલેકટર દ્વારા અપાયેલા 10ના સિક્કા સ્વીકાર કરવા બાબતના આદેશનું ઉલ્લંઘન કરવા માટે મામલો નોંધ્યો અને દુકાનદારને હિરાસતમાં લઇ લીધો. તપાસ બાદ આ પ્રકરણ કોર્ટમાં પહોચ્યું જ્યાં સ્થાનિક અદાલતના ન્યાયિક મેજીસ્ટ્રેટ જેપી ચીડારએ ફેસલો સંભળાવતા દુકાનદારને દોષી કરાર કર્યો અને અદાલત બંધ થાય ત્યાં સુધીની સજા અને દંડ પેટે રૂપિયા 200 ચૂકવાનો આદેશ આપ્યો હતો.