ભરૂચ/ CDS બિપિન રાવતના મોત અંગે સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી પડી ભારે, આવ્યું પોલીસનું તેડું

CDS બિપિન રાવત અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 14 લોકો ઉપર અભદ્ર ટિપ્પણી બદલ SOG એ ફરિયાદ નોંધી ફિરોઝ અહેમદશા દિવાનની ધરપકડ કરી

Gujarat Others
revi 3 CDS બિપિન રાવતના મોત અંગે સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી પડી ભારે, આવ્યું પોલીસનું તેડું

CDS બિપિન રાવત અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 14 લોકો ઉપર અભદ્ર ટિપ્પણી બદલ SOG એ ફરિયાદ નોંધી ફિરોઝ અહેમદશા દિવાનની ધરપકડ કરી છે. પોતાના ફેસબુક પેજ ઉપર દેશના યોદ્ધાના નિધન પર આપત્તીજનક લખાણ સાથે દેશવાસીઓ અને જવાનોની લાગણી દુભાવી, કોમી હુલ્લડ અને શાંતિ ડોહળવાના કૃત્ય સબબ ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

દેશ વિરોધી માનસિકતા ભરૂચમાંથી ફરી બહાર આવી છે. દેશના CDS બિપિન રાવત સહિત 14 લોકોના હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધનમાં ભરૂચના ફિરોઝ દિવાને ફેસબુક ઉપર ઓકેલા ઝેર સબબ તેની સામે SOG એ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલવા કવાયત હાથ ધરી છે.

દેશના CDS બિપિન રાવત સહિત 14 લોકોના હેલિકોપ્ટર ક્રેશમાં નિધન ઉપર FB ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર ભરૂચના યુવાન સામે ગુનો દાખલ કરાયો છે. ભરૂચ મનુબર રોડ ઉપર આવેલાં સુકન બંગલોઝમાં રહેતો અને આર.ઓ. નો વ્યવસાય કરતા ફિરોજ અહેમદશા દિવાને દેશના ચીફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સહિત 14 લોકોના હેલિકોપ્ટર દુર્ઘટનામાં અપમાનજક અભદ્ર ટિપ્પણી કરી હતી.

અભદ્ર ટિપ્પણી કરનાર ભરૂચનો યુવાન ફિરોજ અહેમદશા દિવાન
અભદ્ર ટિપ્પણી કરનાર ભરૂચનો યુવાન ફિરોજ અહેમદશા દિવાન

સોશ્યલ મીડિયા ઉપર પોતાના ફેઅબુક પેજ ઉપર આ ફિરોજે આવી પોસ્ટ મૂકી તેને અન્ય ગૃપ અને મોબાઈલમાં શેર પણ કરી હતી. જેને લઈ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે તેની સામે દેશના CDS અને અન્ય જવાનો ઉપર કરેલી પોસ્ટથી દેશવાસીઓ અને દેશના સુરક્ષા જવાનોનું અપમાન કર્યું છે. કરોડો લોકો સાથે દેશની લાગણી દુભાવવા અને અશાંતિ ડોહળવવાના આવા કૃત્ય બદલ SOG એ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફિરોજ દિવાન સામે ગુનો નોંધી તેની ધરપકડની કરી લીધી છે.

દેશ માટે આઘાતજનક કહેવાય તેવા આ કૃત્યની હકીકત એવી છે કે, 8 ડિસેમ્બરે બપોરે 1.33 કલાકે અનુજ ધીમન શામાં નામના વ્યક્તિએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત સહિત અન્ય 14 વ્યક્તિઓનું મહાદેવ રક્ષણ કરે તેવી પોસ્ટ મૂકી હતી. જેના ઉપર ભરૂચના ફિરોઝ દિવાન જે ROનો વ્યવસાય કરે છે તેણે  અભદ્ર કૉમેન્ટ કરી હતી. આ પોસ્ટને પોતાના FB એકાઉન્ટ ઉપર મૂકી હતી. જેને અન્ય લોકોના મોબાઈલ ઉપર પણ શેર કરી હતી. બાદમાં તે ગભરાઈ જતા FB પરથી પોસ્ટ ડીલીટ કરી હતી. ભરૂચ SOG PSI શકરૂરિયાએ પીઆઈના કહેવાથી ભરૂચ તાલુકા પોલીસ મથકે ફિરોઝ દિવાન સામે આ કૃત્ય બદલ તેની ધરપકડ કરી લીધી છે.

તેરી મિટ્ટી મે મિલ જાવા / CDS બિપિન રાવત પંચમહાભૂતમાં વિલીન, પુત્રીએ આપી મુખાગ્નિ, 17 તોપોએ આપી સલામી 

National / અંતિમ સંસ્કાર બાદ જનરલ બિપિન રાવતની અસ્થિઓને આવતીકાલે લઈ જવાશે હરિદ્વાર

National / જેણે પણ બિપિન રાવત હેલિકોપ્ટર દુર્ઘટના પર  શરમજનક ટ્વીટ કર્યા આવી બન્યું સમજો,  કર્ણાટક સરકાર ભરશે આવા પગલાં