12th Science result-2/ ધોરણ 12 સાયન્સ પરિણામમાં મોરબી જિલ્લા તરીકે અને હળવદ કેન્દ્ર તરીકે મોખરે

ગુજરાત ઉચ્ચ શિક્ષણ બોર્ડ દ્વારા બારમા ધોરણ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવી ચૂક્યું છે. આ વખતે પેપર આકરા હોવાથી પરિણામ પણ આકરું રહ્યું હતું. આ વખતની પરીક્ષામાં કુલ 1,10,042 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી

Top Stories Gujarat

ગુજરાત ઉચ્ચ શિક્ષણ બોર્ડ દ્વારા બારમા ધોરણ સાયન્સનું પરિણામ 12th Science result-Morbi Top જાહેર કરવામાં આવી ચૂક્યું છે. આ વખતે પેપર આકરા હોવાથી પરિણામ પણ આકરું રહ્યું હતું. આ વખતની પરીક્ષામાં કુલ 1,10,042 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી,જ્યારે બાકીના 16 હજાર વિદ્યાર્થી ફેલ થયેલા વિદ્યાર્થી હતા એમ કુલ 1,25,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

પરીક્ષાના પરિણામનું વિશ્લેષણ કરતાં જોઈએ તો મોરબી જિલ્લો 83.22 ટકા સાથે સૌથી 12th Science result-Morbi Top ઊંચી ટકાવારી મેળવનારો જિલ્લો રહ્યો હતો. જ્યારે દાહોદ 29.44 ટકા સાથે સૌથું ઓછું પરિણામ આપનાર જિલ્લો રહ્યો હતો. જ્યારે કેન્દ્રના સ્વરૂપમાં જોઈએ તો હળવદ કેન્દ્રનું સૌથી ઊંચું 90.41 ટકા પરિણામ રહ્યું હતું તો લીમખેડાનું સૌથી ઓછું 22 ટકા પરિણામ રહ્યું હતું.

આ ઉપરાંત સંપૂર્ણ 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 27 હતી. 12th Science result-Morbi Top જ્યારે દસ ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 76 હતી. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી 67.8 ટકા હતી. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી 65.32 ટકા હતી.

જ્યારે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 66.32 ટકા હતું તો 12th Science result-Morbi Top વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.66 ટકા હતું. એવન ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 61 હતી તો એટુ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1,523 હતી. એ ગ્રુપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી 72.27 ટકા હતી. બી ગ્રુપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી 61.71 ટકા હતી. એબી ગ્રુપમાં ઉમેદવારોના પરિણાની ટકાવારી 58.62 ટકા હતી. જ્યારે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 72,166 હતી.

આ સિવાય ગ્રેડવાઇઝ વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો એ-વનમાં 61, એ-ટુમાં 1,523, બી-વનમાં 6,188 અને બી-ટુમાં 11,984, સીવનમાં 19,135, સીટુમાં 24,185, જ્યારે ડીમાં 8,975 તો ઇવનમાં 115 વિદ્યાર્થી હતા.  આ પરિણામમાં 12th Science result-Morbi Top વિષયદીઠ પાસ થનારાની ટકાવારી જોઈએ તો ગુજરાતીમાં 99.92 ટકા, હિન્દીમાં 100 ટકા, મરાઠીમાં 99.3 ટકા, ઉર્દૂમાં 100 ટકા, અંગ્રેજીમાં 98.16 ટકા, ગણિતમાં 78.5 ટકા, કેમિસ્ટ્રીમાં 67.14 ટકા, ફિઝિક્સમાં 66.29 ટકા, બાયોલોજીમાં 73.63 ટકા, સંસ્કૃતમાં 96.53 ટકા, અરેબિકમાં 100 ટકા, કમ્પ્યુટરમાં 87.24 ટકા પરિણામ આવ્યું છે.

આ ઉપરાંત છેલ્લા એક દાયકામાં ધોરણ 12 સાયન્સનું પરિણામ 12th Science result-Morbi Top જોઈએ તો 2013માં આ પરિણામ 13મી જુને આવ્યું હતું. જ્યારે 2014માં 23મી મેના રોજ આવ્યું હતું. 2015માં આ પરિણામ 18મી મેના રોજ આવ્યું હતું. 2016માં આ પરિણામ 17મી મેના રોજ આવ્યું હતું. 2017માં આ પરિણામ 12મી મેના રોજ આવ્યું હતું. 2018માં આ પરિણામ 10મી મેના રોજ આવ્યું હતું. 2019માં આ પરિણામ 9મી મેના રોજ આવ્યું હતું. 2020માં પણ આ પરિણામ 9મી મેના રોજ આવ્યું હતું. 2021માં આ પરિણામ દાયકામાં સૌથી મોડું 17મી જુલાઈના રોજ આવ્યું હતું. જ્યારે 2022માં આ પરિણામ 12મેના રોજ આવ્યું હતું.

 

આ પણ વાંચોઃ Medical-Engineering/ બારમા ધોરણની પરીક્ષામાં ઇજનેરી કરતાં મેડિકલ લાઇનના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે

આ પણ વાંચોઃ 12th Std Result/ ધોરણ 12 સાયન્સનું 2023નું 65.58 ટકા પરિણામ, ગયા વર્ષ કરતાં ઘટ્યું

આ પણ વાંચોઃ નવી દિલ્હી/ GST કલેક્શન તોડ્યા તમામ રેકોર્ડ, પ્રથમ વખત રૂ. 1.87 લાખ કરોડને પાર