Loksabha Election 2024/ ભાજપના નેતાએ વાસણમાં મતદાન બંધ કરાવ્યાનો શક્તિસિંહ ગોહિલનો આરોપ

ગુજરાતમાં 25 બેઠકો માટે ચાલતી લોકસભા ચૂંટણીમાં ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવવામાં આવ્યું હોવાનો આરોપ વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કર્યો છે.

Gujarat Ahmedabad
Beginners guide to 21 3 ભાજપના નેતાએ વાસણમાં મતદાન બંધ કરાવ્યાનો શક્તિસિંહ ગોહિલનો આરોપ

અમદાવાદઃ ગુજરાતમાં 25 બેઠકો માટે ચાલતી લોકસભા ચૂંટણીમાં ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવવામાં આવ્યું હોવાનો આરોપ વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કર્યો છે.

શક્તિસિંહ ગોહિલનો આરોપ છે કે વાસણમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું હતુ તેના લીધે ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવાયું હોવાના આરોપ શક્તિસિંહ ગોહિલે કર્યો હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે વાસણ ગામમાં રૂમ નંબર ત્રણમાં બિનઅધિકૃત રીતે ભાજપના એક ધારાસભ્યના પતિએ વાસણ ગામમાં મતદાન બંધ કરાવ્યું હતું. હું ચૂંટણીપંચને કહીશ કે આ સંદર્ભમાં કાર્યવાહી કરે.

તેની સાથે જ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેસરી ખેસ પહેરીને મતદા કર્યુ તેની સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે ગૃહપ્ધાન અમિત શાહ પણ કેસરી ખેસ પહેરીને મતદાન કરવા ગયા હતા. કેસરી ખેસ પહેરીને અમિતભાઈએ વોટિંગ કર્યુ છે એ જ રીતે હું પણ આ ખેસ પહેરીને વોટિંગ કરીશ. હવે એ જોવાનું છે કે બંને માટે નિયમો સરખા છે કે જુદા-જુદા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

આ પણ વાંચો: વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ