demand/ આણંદના આરોગ્ય વિભાગના વર્ગ-4ના અને આઉટસોર્સ કર્મચારીઓ હજી પણ દિવાળી બોનસથી વંચિત

આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ-4ના અને આઉટસોર્સ કર્મચારીઓ હજી પણ દિવાળી બોનસથી વંચિત છે. અધિક નિયામક દ્વારા તેઓને સાતમી નવેમ્બરના રોજ દિવાળી બોનસની ચૂકવણી કરવાની તાકીદ કરવામાં આવી હોવા છતાં હજી સુધી દિવાળીના તહેવારોમાં બોનસનું ચૂકવણુ ન કરી કર્મચારીઓને ઘોર અન્યાય કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 01T163243.736 આણંદના આરોગ્ય વિભાગના વર્ગ-4ના અને આઉટસોર્સ કર્મચારીઓ હજી પણ દિવાળી બોનસથી વંચિત

@હેમંત દેસાઈ

આણંદઃ આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ-4ના અને આઉટસોર્સ કર્મચારીઓ હજી પણ દિવાળી બોનસથી વંચિત છે. અધિક નિયામક દ્વારા તેઓને સાતમી નવેમ્બરના રોજ દિવાળી બોનસની ચૂકવણી કરવાની તાકીદ કરવામાં આવી હોવા છતાં હજી સુધી દિવાળીના તહેવારોમાં બોનસનું ચૂકવણુ ન કરી કર્મચારીઓને ઘોર અન્યાય કરવામાં આવ્યો છે.

આમ દિવાળીના તહેવારો પૂરા થઈ ગયા હોવા છતાં પણ કર્મચારીઓને બોનસ ન મળતા આક્રોશની લાગણી જોવા મળી રહી છે. જિલ્લા આરોગ્ય તંત્ર અધિક નિયામકના પરિપત્રને પણ ઘોળીને પી ગયું છે. સમગ્ર ઘટનાક્રમમાં તંત્રની નિષ્ક્રીયતાના પગલે ખેડા-આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારી તરીકે ફરજ બજાવતા વર્ગ-4 અને કોન્ટ્રાક્ટ પર આઉટસોર્સ પર ફરજ બજાવી રહેલા કર્મચારીઓને દિવાળીના તહેવારો પૂરા થઈ ગયા હોવા છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા દિવાળી બોનસની રકમ ન ચૂકવાતા કર્મચારીઓમાં જબરજસ્ત આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા સાત નવેમ્બર 2023ના રોજ આઉટસોર્સ થી ફરજ બજાવતા કર્મચારીઓ ને દિવાળી બોનસ ની તાત્કાલિક ચુકવણી કરવા અધિક નિયામક દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના દરેક વિભાગીય નિયામકોને ચોકસાઈપૂર્વક ખાત્રી કરી બોનસની રકમની ચુકવણી કરવા તાકીદ કરવામાં આવી હતી.

આઉટ સોર્સ દ્વારા રોકવામાં આવેલ શ્રમયોગીઓ કે જેઓ જિલ્લા હોસ્પિટલ,સિવિલ હોસ્પિટલ,સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં હાલમાં ફરજ બજાવી રહ્યા છે. ખેડા-આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ નું કહેવું છે કે સરકારે સાત નવેમ્બર 2023ના રોજ દિવાળી બોનસની રકમ તાત્કાલિક ચુકવણી કરવા પરિપત્ર કર્યો હતો. આજે એક માસ નો સમય પણ પૂરો થવા જઈ રહેલ છે.છતાં પણ આજ દિન સુધી બોનસની ચૂકવણી કરવામાં આવી નથી.

દિવાળીના તહેવારો પણ પૂરા થઈ ગયા,કોન્ટ્રાકટ પણ બદલાઈ ગયો છતાં નાના કર્મચારીઓ ને બોનસ ની રકમ ન ચૂકવી ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે. દિવાળી બોનસ ની રકમ ન ચૂકવાતા કર્મચારીઓ માં ભારે રોષ અને નારાજગી પ્રવર્તી રહી હોવાનું કર્મચારીઓ માં જોવા મળી રહેલ છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ