Ahmedabad News: અમદાવાદના ઘોડાસરમાં (Ghodasar) પારિવારિક વિવાદે ગંભીર સ્વરૂપ લીધું હોવાની ઘટના સામે આવી (Retired Judge Assault Case) છે. કપડાં બદલવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને તેમની પુત્રી પર કથિત હુમલા સુધી પહોંચ્યો હતો. આ મામલે પિતાએ પોતાના પુત્ર અને પુત્રવધૂ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Retired Judge Assault Case: શું હતી સમગ્ર ઘટના?
ઘોડાસર કેનાલ રોડ પર આવેલી કામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 71 વર્ષીય દેવેન્દ્રકુમાર ચંપકલાલ શાહ જાન્યુઆરી 2015માં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજના પદ પરથી નિવૃત્ત થયા હતા.ફરિયાદ મુજબ, 7 ઓક્ટોબરની સવારે તેઓ પોતાના બેડરૂમમાં ધોયેલાં કપડાં ગોઠવી રહ્યા હતા. આ દરમિયાન પુત્રવધૂ સ્નેહા શાહે કપડાં બદલવા માટે તેમને રૂમની બહાર જવા કહ્યું હતું. દેવેન્દ્રકુમારે પોતાનો રૂમ હોવાનું જણાવી પુત્રવધૂને ઉપરના માળે આવેલા રૂમમાં જવાનું કહેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
પિતાને બચાવવા આવેલી પુત્રી પર પણ હુમલાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિવાદ વધતાં સ્નેહાએ પોતાના પતિ ઉમંગ શાહને બોલાવ્યો હતો. ત્યારબાદ બંનેએ દેવેન્દ્રકુમારને ધક્કા મારી રૂમની બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ઉમંગે પિતાની છાતીમાં મુક્કા માર્યા હોવાનો આક્ષેપ છે.પિતાને બચાવવા વચ્ચે પડેલી તેમની પુત્રી હિરલ સાથે પણ મારામારી થઈ હતી. ફરિયાદ મુજબ, પુત્રવધૂ સ્નેહાએ હિરલની છાતીમાં મુક્કા માર્યા હતા. આ ઘટનામાં બંને આરોપીઓએ ગાળો આપી દેવેન્દ્રકુમારને ઘર છોડવા કહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
‘ઘરની બહાર નીકળી જજે, નહીં તો સળગાવી દઈશ’
ફરિયાદ મુજબ, પ્રથમ વખત ઝઘડો થયા બાદ ઉમંગ અને સ્નેહા ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ હિરલે ઉમંગને ફોન કરતાં બંને ફરી ઘરે આવ્યાં હતાં અને વિવાદ ફરી શરૂ થયો હતો.પરિસ્થિતિ વણસતાં દેવેન્દ્રકુમાર અને તેમની પુત્રીએ પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધાં હતાં. આ દરમિયાન ઉમંગે રૂમની બહારથી ઘર છોડવા નહીં તો સળગાવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.આ ઘટનાથી (Ahmedabad Crime) ગભરાયેલા દેવેન્દ્રકુમારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માગી હતી.
ઇસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
સમગ્ર મામલે દેવેન્દ્રકુમાર શાહે પોતાના પુત્ર ઉમંગ શાહ અને પુત્રવધૂ સ્નેહા શાહ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે (Isanpur Police) ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વલસાડ બસ ડેપો પાસે પતિ-પત્ની વચ્ચે મારામારી, પત્નીએ પતિને ફટકાર્યો; વીડિયો વાઇરલ
આ પણ વાંચો: અમદાવાદમાં જન્માષ્ટમીના મંડપ મુદ્દે બબાલ: ચપ્પુ-લાકડાના દંડાથી મારામારી, 4ની ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદમાં કરોડોની Mustang કાર અકસ્માત બાદ મારામારી, 19 વર્ષીય આદિત્ય રાઠોડની ધરપકડ; સામે 6 ગુના નોંધાયેલા
