Not Set/ કરતારપુર કોરિડોર નજીક ચાલી રહ્યાં છે, ‘આતંકવાદી’ તાલીમ શિબિર

ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે આતંકીઓ પાકિસ્તાનના પંજાબમાં તાલીમ લઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબના નરોવાલ જિલ્લામાં તાલીમ પ્રવૃત્તિઓ નોંધાઈ છે. નારોવાલ પાસે જ કરતારપુર ગુરુદ્વારા આવેલી છે. ગુપ્તચર એજન્સીઓને આ માહિતી એવા સમયે મળી છે જ્યારે ભારતીય ભક્તોને કરતારપુર ગુરુદ્વારામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. હવે એજન્સીઓ વધુ સજાગ થઈ ગઈ છે. પ્રાપ્ત અહેવાલ […]

Top Stories India

ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે આતંકીઓ પાકિસ્તાનના પંજાબમાં તાલીમ લઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબના નરોવાલ જિલ્લામાં તાલીમ પ્રવૃત્તિઓ નોંધાઈ છે. નારોવાલ પાસે જ કરતારપુર ગુરુદ્વારા આવેલી છે. ગુપ્તચર એજન્સીઓને આ માહિતી એવા સમયે મળી છે જ્યારે ભારતીય ભક્તોને કરતારપુર ગુરુદ્વારામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. હવે એજન્સીઓ વધુ સજાગ થઈ ગઈ છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ, એજન્સીને સુત્રો પાસેથી માહિતી મળી છે કે, પંજાબ પ્રાંતના મુરિદકે, શકરગઢ અને નરોવાલમાં આતંકીઓના પ્રશિક્ષણ શિબિરો ચાલી રહ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શિબિરોમાં ઘણા પુરુષો અને મહિલા આતંકીઓ તાલીમ લઈ રહ્યા છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી, આતંકીઓ સતત કાશ્મીરમાં પ્રવેશ કરીને મોટી સંખ્યામાં હુમલો કરવાની તૈયારીમાં છે. એજન્સીઓને આ માહિતી એવા સમયે મળી છે જ્યારે ભારતમાંથી મોટી સંખ્યામાં શીખ ભક્તો કરતારપુરની મુલાકાત લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.