india news/ “બંગાળની ચૂંટણી ઈતિહાસમાં યાદ રખાશે”, બંગાળની જીત પર પીએમ મોદીનું પહેલું નિવેદન

પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય વિજય બાદ PM Modiએ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે બંગાળની જનતાનો આભાર માન્યો અને કાર્યકર્તાઓના સંઘર્ષને બિરદાવ્યો

Top Stories NATIONAL India
PM Modi on West Bengal Victory

PM Modi on West Bengal Victory: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને ઈતિહાસ રચી દીધો છે. આ સીમાચિહ્નરૂપ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ બંગાળની જનતાનો આભાર માનતા આ જીતને સુશાસનની રાજનીતિનો વિજય ગણાવ્યો છે.

“2026ની ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે” : PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, “2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ હંમેશા યાદ રાખવામાં આવશે. આ જનશક્તિનો વિજય છે અને ભાજપની સુશાસનની રાજનીતિનો વિજય થયો છે. હું પશ્ચિમ બંગાળના દરેક નાગરિકને નમન કરું છું અને આ શાનદાર જનાદેશ બદલ તેમનો આભાર માનું છું.”

બંગાળના સપના પૂર્ણ કરવાની આપી ખાતરી

પીએમ મોદીએ બંગાળની જનતાને વિશ્વાસ અપાવતા જણાવ્યું કે, “અમારી પાર્ટી પશ્ચિમ બંગાળના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે શક્ય તેટલું બધું જ કરશે. અમે એક એવી સરકાર પ્રદાન કરીશું જે સમાજના તમામ વર્ગોને સમાન તક અને ગરિમા સુનિશ્ચિત કરશે.”

કાર્યકર્તાઓના સંઘર્ષને કર્યા સલામ

જીતનો શ્રેય પાયાના કાર્યકર્તાઓને આપતા પીએમએ ઉમેર્યું કે, “પશ્ચિમ બંગાળમાં ભાજપની આ વિક્રમી જીત પેઢીઓથી અસંખ્ય કાર્યકર્તાઓના પ્રયત્નો અને સંઘર્ષ વગર શક્ય ન હોત. હું તે તમામ કાર્યકર્તાઓને સલામ કરું છું. વર્ષોથી તેમણે જમીની સ્તર પર તમામ પ્રતિકૂળતાઓ સામે લડીને વિકાસના એજન્ડાને લોકો સુધી પહોંચાડ્યો છે. તેઓ જ અમારી ખરી શક્તિ છે.”


આ પણ વાંચો:બંગાળમાં ભગવા લહેર, આસામમાં ભાજપની સુનામી, તમિલનાડુમાં થલાપતિ વિજયે સ્ટાલિનના શાસનનો અંત લાવ્યો

આ પણ વાંચો:ભાજપ પૂર્ણ બહુમતી તરફ છતાં મમતા બેનર્જી કેમ બોલ્યા ‘જીત તો અમારી જ થશે’?

આ પણ વાંચો:બંગાળ,આસામ સહિત ચાર રાજ્યોમાં કોંગ્રેસ ‘શૂન્ય’, પરંતુ એકમાં બની હીરો