અરરરર/ તમારે મેકડોનાલ્ડમાં કોલ્ડડ્રિંક્સમાંથી ગરોળી નીકળે તો તમે શું કરો? અમદાવાદી યુવાન સાથે આવું થયું

ગ્રાહકે મેનેજરને જાણ પણ કરી હતી પરંતુ તેમણે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. અંતે, ગ્રાહકે આ વિશે ફૂડ અને ડ્રગ્સ વિભાગ, મીડિયા અને પોલીસને પણ જાણ કરી હતી. તંત્રે સમયસર કાર્યવાહી કરીને મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સીલ કરી દીધી છે.

Top Stories Ahmedabad Gujarat
ગરોળી

એક તો આપણે મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા જઈએ. ખૂબ ખર્ચો થાય અને તેમાં પણ ભોજનમાં કોઈ જીવાત નીકળે ત્યારે જે તે રેસ્ટોરન્ટ ઉપર એક્શન લેવા જરૂરી બની જાય છે. અમદાવાદમાં પણ આવું જ કાઈ થયું છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકમાંથી મરેલી ગરોળી નીકળી છે. ગરોળી નીકળતા ગ્રાહકનો ગુસ્સો તો સાતમાં આસમાને પહોચવાનો જ હતો અને થયું પણ એવું જ. ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે મેનેજરને જાણ પણ કરી હતી પરંતુ તેમણે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. અંતે, ગ્રાહકે આ વિશે ફૂડ અને ડ્રગ્સ વિભાગ, મીડિયા અને પોલીસને પણ જાણ કરી હતી. તંત્રે સમયસર કાર્યવાહી કરીને મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સીલ કરી દીધી છે.

બનાવાની વિગત એવી છે કે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં ભાર્ગવ જોષી અને તેમના મિત્ર નાસ્તો કરવા માટે ગયા હતા. ત્યારે તેને આપેલા ઓર્ડરમાંથી કોકાકોલાની અંદર મરેલી ગરોળી નીકળતા તેમને ગુસ્સો આવ્યો હતા. ભાર્ગવ જોષીએ એક અખબારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, હું જ્યાં બેઠો હતો ત્યારે મંગાવેલા કોલ્ડ ડ્રિંકમાં એક-બે ઘૂંટ પીધા બાદ મેં સ્ટ્રો વડે હલાવતાં જ તળીયે રહેલી ગરોળી ઉપર આવી ગઈ હતી. મરેલી ગરોળી દેખાતાં જ મેં આ અંગે કાઉન્ટર પર જઈને ફરિયાદ કરી તો ત્યાં મને રિફન્ડ લઈ લેવા માટે જણાવ્યું હતું. આવું અગાઉ પણ બન્યું છે જોકે કોઈએ ફરિયાદ કરી નથી. એટલે કોઈ એક્શન લેવામાં આવતું નહોતું. જોકે હું ચુપ નહિ રહું. એક તો ફૂડ ખરાબ આપ્યું અને ઉપરથી જવાબ પણ ખરાબ રીતે આપ્યો. ફૂડમાં ગરોળી કેવી રીતે ચલાવી શકાય. જોકે બીજી તરફ કંપનીએ તેનો બચાવ કરતા કહ્યું હતું કે આ ઘટનામાં સતત તપાસ કરી રહ્યા છીએ. અમે તંત્રનો તપાસમાં સહકાર આઆપી રહ્યા છીએ. નોંધનીય છે કે આ બાબતે તેમાં કંઈ પણ ખોટુ થયું હોવાનો ઈન્કાર કર્યો હતો. જો વાસ્તવમાં કશું ખોટું થયું નાં હોય તો કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટ શા માટે શીલ કરવામાં આવે એવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.

આ પણ વાંચો :  ઓસ્ટ્રેલિયાના નવા PM તરીકે એન્થોની અલ્બેનીઝ ચૂંટાયા,સ્કોટ મોરિસનની ચૂંટણીમાં હાર