Not Set/ ક્યુબા: વિમાન ટેક-ઓફ બાદ તરત ક્રેશ, 100થી વધુના મોત

હવાના, ક્યુબાના હવાનામાં એક મોટી દુર્ઘટનાની ખબર સામે આવી છે. અહી ક્યુબાની એરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું છે. આ વિમાનની અંદર કુલ 104 યાત્રીઓ સવાર હતાં. More than 100 passengers onboard #Boeing 737 Cubana de Aviacion died after the plane crashed soon after it took off from #Havana's Jose Marti airport Read @ANI Story […]

Top Stories World Trending

હવાના,

ક્યુબાના હવાનામાં એક મોટી દુર્ઘટનાની ખબર સામે આવી છે. અહી ક્યુબાની એરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું છે. આ વિમાનની અંદર કુલ 104 યાત્રીઓ સવાર હતાં.

આ ઘટના શુક્રવારની છે, જયારે જોસ માર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક બોઇંગ 737 વિમાન ઉડાન ભરતા જ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટનામાં 100થી વધારે લોકોના મોત નિપજ્યા છે.

આ દુર્ઘટના દક્ષિણી હવાનાના જોસ માર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં  સૈટંટિયાગો ડિ લાસ વેગસ નામના શહેર પાસે થઇ હતી. વિમાન દુર્ઘટના સ્થળે ફાયરબ્રિગેડની સંખ્યાબંધ ગાડીઓ પહોંચી ગઈ છે.

મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. એએફપીના રીપોર્ટ અનુસાર, નજરે જોનારા લોકોએ જણાવ્યું છે કે, વિમાન પાસે કાળો ઘુમાડો દેખાઈ રહ્યો હતો, જોકે હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણી નથી શકાયું.