Gandhinagar News/ જગદીશ વિશ્વકર્મા ઇતિહાસ ભૂલ્યા, વંદે માતરમની રવિન્દ્રનાથ ટાગોરે રચના કર્યાનું કહી ફસાયા

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જીતની ઉજવણી દરમિયાન Jagdish Vishwakarmaએ વંદે માતરમની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી હોવાનું ખોટું નિવેદન આપ્યું છે.

Gandhinagar Top Stories Gujarat
Jagdish Vishwakarma Viral Video:

Jagdish Vishwakarma Viral Video: પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભાજપના શાનદાર દેખાવથી કમલમમાં ઉત્સવનો માહોલ છે. જોકે, આ જીતના જશ્ન વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઐતિહાસિક તથ્યોની ગંભીર ભૂલ કરીને પક્ષ માટે ક્ષોભજનક સ્થિતિ પેદા કરી છે. બંગાળના મહાપુરુષોને યાદ કરવા જતાં તેમણે ‘વંદે માતરમ્’ ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી હોવાનું નિવેદન આપી દીધું છે.

CM ની હાજરીમાં જ્ઞાનનું પ્રદર્શન ભારે પડ્યું

ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓની હાજરીમાં નેતાઓ મીડિયાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ ઉત્સાહમાં આવીને કહ્યું કે, “બંગાળના મહાન સપૂત રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમની રચના કરી હતી.”

ટાગોર કે બંકિમચંદ્ર? Jagdish Vishwakarma ભૂલી ગયા ઇતિહાસ

મંત્રીજીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ થયું છે, કારણ કે હકીકત એ છે કે આપણું રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ પ્રસિદ્ધ કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચવામાં આવ્યું હતું, જ્યારે રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. ઐતિહાસિક તથ્યોની આવી ગંભીર ભૂલ જ્યારે કોઈ જવાબદાર નેતા દ્વારા કરવામાં આવે ત્યારે તે સ્વાભાવિક રીતે જ ટીકાનું પાત્ર બને છે.

સોશિયલ મીડિયા પર મજાક અને ટીકા

મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી જેવા નેતાઓની હાજરીમાં થયેલી આ ભૂલનો વીડિયો વાયુવેગે વાયરલ થયો છે. વિપક્ષ અને સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો શેર કરીને મંત્રીના સામાન્ય જ્ઞાન (General Knowledge) પર સવાલો ઉઠાવી રહ્યા છે. જીતના જશ્નમાં ગળાડૂબ નેતાઓ માટે આ ભૂલ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.


આ પણ વાંચો: જગદીશ વિશ્વકર્મા કોણ? મહિલા સાંસદ પર ટિપ્પણી બાદ ગુજરાતથી દિલ્હી સુધી બવાલ

આ પણ વાંચો:ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ખંભાતમાં સંકલ્પ સભા

આ પણ વાંચો:‘ભાજપ હંમેશા પ્રજા વચ્ચે, વિપક્ષ માત્ર ચૂંટણીમાં જ દેખાય છે’, રાજકોટમાં જગદીશ વિશ્વકર્માનું નિવેદન