Gujarat Local Body Election 2026/ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ખંભાતમાં સંકલ્પ સભા

જગદીશ વિશ્વકર્માએ પીએમ મોદીએ કરેલા વિકાસ કાર્યોની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ફક્ત પરિવારવાદને વરેલો પક્ષ છે. અહીં એક જ પરિવારની તતૂડી ચાલે છે.

Top Stories Gujarat Others Breaking News

Khambhat News: ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ખંભાતમાં સંકલ્પ સભા યોજી હતી. ખંભાતના પાણીયારી મેદાનમાં વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી. જગદીશ વિશ્વકર્માએ પીએમ મોદીએ કરેલા વિકાસ કાર્યોની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ફક્ત પરિવારવાદને વરેલો પક્ષ છે. અહીં એક જ પરિવારની તતૂડી ચાલે છે. બીજા કોઈ કોંગ્રેસીનું ઉપજતું નથી. કોંગ્રેસ આના કારણે જ વિકાસના કાર્યોથી દૂર રહી છે.

તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપમાંથી એક સામાન્ય કાર્યકર ફક્ત કોર્પોરેટર કે વિધાનસભ્ય જ નહીં સીએમ કે પીએમ પણ બની શકે છે. વર્તમાન સીએમ ભુપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદી તેનું ઉદાહરણ છે. જ્યારે કોંગ્રેસમાં તો આ વિચારી પણ ન શકાય. તેનું કારણ એ છે કે ભાજપ એ આંતરિક લોકશાહીને વરેલો પક્ષ છે. શિસ્તબદ્ધ પક્ષ છે. અહીં સત્તા જનસેવકોના હાથમાં રહે છે, જે સતત પ્રજા સાથે જોડાયેલા રહે છે અને પ્રજાકીય કાર્યો કરતાં રહે છે.

કોંગ્રેસનો પરિવારવાદ ટોચથી શરૂ થઈને છેક તળિયા સુધી છે. તેના કારણે કેટલાય લોકો કોંગ્રેસમાં એવો અડ્ડો જમાવીને બેસી ગયા છે કે કોંગ્રેસમાંથી બીજા નેતાઓ પણ જોવા મળતા નથી. જ્યારે ભાજપનું નેતૃત્વ સતત પરિવર્તનશીલ છે. પીએમ મોદી પછી આનંદીબેન, વિજયરૂપાણી અને હવે ભુપેન્દ્ર પટેલ ગુજરાતના સીએમ છે. આ બતાવે છે કે અહીં સતત સંગઠનાત્મક અને પ્રજાલક્ષી વહીવટ પર જ ધ્યાન આપવામાં આવે છે. જો કોંગ્રેસ આ પ્રકારે ધ્યાન આપતી હોત તો આજે તે સત્તા પર જ ન હોત.

તેમણે ઉમેર્યુ હતું કે કોંગ્રેસના આ પ્રકારના પરિવારવાદના લીધે જ આજે તે ગુજરાતમાં 30-30 વર્ષથી સત્તાથી વંચિત છે. પ્રજાકીય કાર્યોના બદલે ફક્ત પરિવારવાદ અને આંતરિક જૂથવાદ તે જ કોંગ્રેસની ઓળખ બની ગઈ છે. આ જ કોંગ્રેસને ગુજરાતની પ્રજાએ 148 બેઠકો પણ આપી હતી, આમ છતાં પણ કોંગ્રેસ પ્રજાનો પ્રેમ જીતવામાં નિષ્ફળ ગઈ અને તેની આંતરિક હુંસાતુંસીમાં જ ખતમ થઈ ગઈ હતી.


આ પણ વાંચો: ગુજરાતની પ્રજા 26મીએ કોંગ્રેસને જવાબ આપશેઃ રીવાબા, કોણ છે વિજેતા 28મીએ ખબર પડશેઃ નયનાબા