Dwarka News/ ઓખા જેટી ખાતે અચાનક ક્રેન તૂટતાં સર્જાઈ ભયાનક દુર્ઘટના, 3 શ્રમિકોના મોત

ઓખા જેટી ખાતે ભયાનક દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા.

Top Stories Gujarat Others

Dwark News: ઓખા જેટી ખાતે ભયાનક દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા. ઓખા જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી દરમ્યાન આ ગોઝારી દુર્ઘટના બનવા પામી. જેટી બનાવવાની કામગીરી દરમ્યાન અચાનક ક્રેન તૂટી પડતા ત્યાં કામ કરનાર શ્રમિકો નીચે પાણીમાં પટકાયા. તો કેટલાક શ્રમિકોના ક્રેન નીચે દબાઈ જતા મોત નિપજ્યા. ઘટનાની માહિતી મળતાં જ કોસ્ટ ગાર્ડ, પોલીસ વિભાગની સાથે 108ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને શ્રમિકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ.

Accident at Okha Jetty, 3 dead | ઓખા જેટી પર દુર્ઘટના, 3નાં મોત: કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી દરમિયાન ક્રેન તૂટતાં મજૂરો નીચે દબાયા, GMB કોસ્ટગાર્ડ ...

મળેલ માહિતી મુજબ ઓખા જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેટી બનાવવા માટે અનેક શ્રમિકો કામ કરી રહ્યા છે. દરમ્યાન આ કામગીરીમાં અચાનક ક્રેન તૂટી પડતા અનેક શ્રમિકો તેની નીચે દબાઈ જતા 3નું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. જ્યારે પાણીમાં પડેલા અન્ય શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી કરાઈ છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પાકે. લખ્ખણ ઝળકાવ્યા, પાક. મરીને ઓખાની ભારતીય માછીમારોની બોટ પર ફાયરિંગ કરી ડૂબાડી

આ પણ વાંચોઃ NGO કચરાનો નિકાલ કઇ રીતે કરી શકે? ઓખા પાલિકા સામે હાઇકોર્ટ નારાજ,સોગંદનામુ પાછુ ખેંચવુ પડ્યું

આ પણ વાંચોઃ ઓખાની બોટ પાકિસ્તાની મરીન બોટ સાથે ટકરાઇ, માછીમારો લાપતા