- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9
- વહેલી સવારે 3.37 કલાકે ભૂકંપના આંચકા
- ભૂકંપના ભૂર્ગભીય આંચકાઓ યથાવત
- 12 કલાકમાં ભૂકંપના 3 આંચકા નોંધાયા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. ત્યારે ફરી કચ્છમાં ભૂકંપના આંચકા જોવા મળ્યા છે. આજ રોજ વહેલી સવારે 3.37 વાગ્યાની આસપાસ કચ્છના દુધઈ ખાતે તીવ્ર ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. 12 કલાકમાં ભૂકંપના 3 આંચકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9 ની નોધાઇ હતી.
ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ અગાઉ જ ભચાઉ અને દુધઇમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. છેલ્લા ઘણા સમયથી અવારનવાર કચ્છમાં ભૂંકપના આંચકા અનુભવાઈ રહ્યા છે આવામાં ફરી વાર ભૂંકપના આંચકા અભુવાયાના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
આ અગાઉ બનાસકાંઠા ખાતે વાવ પંથકમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. જ્યારે ભાવનગરના મહુવામાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે જામનગર જિલ્લામાં પણ ગત દિવસોમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
