- મેશ્વો કેનાલમાં પાણી ફૂટતા ૨૦૦ વીઘા ખેતરમાં નુકશાન
- મોડાસાના વરથુ પાસેથી પસાર થતી મેશ્વો કેનાલથી હાલાકી
- સતત પાણી ફૂટતા ખેતરોમાંમાં પાક કોહવાઈ ગયો
- કેનાલમાં સમારકામના અભાવે છેલ્લા ૨૦ વર્ષથી મુશ્કેલી
- કેનાલનું સમારકામ કરવાની ખેડૂતોની ઉગ્ર માંગણી
મોડાસા તાલુકાના વરથું અને મરડીયા પાસેથી પસાર થતી મેશ્વો ડેમની મુખ્ય નહેરનું પાણી આસપાસમાં આવેલા ૬૦ થી વધુ ખેતરોમાં ફૂટી નીકળતા ૨૦૦ વિગા જમીનને નુકશાન થયું છે. છેલ્લા ૨૦ વર્ષ થી ખેડૂતો ખેતી કરી શકતા નથી. ત્યારે તંત્ર દ્વારા કેનાલનું મરામત કામ કરી ખેડૂતોની મહામુલી જમીન બચાવવામાં આવે તેવી માંગ છે.
અરવલ્લી જીલ્લામાં રવિ સીજનમાં જીલ્લાની કુલ ૧ લાખ જમીનમાં રવિ પાકોનું વાવેતર કરાયું છે જે પૈકી સૌથી વધુ ૫૫ હજાર હેક્ટર જમીનમાં ઘઉં નાં પાકનું વાવેતર કરાયું છે હાલ જીલ્લાના મેશ્વો માંજુમ અને વાત્રક ડેમ માંથી રવિ પાકના ઘઉંના વાવેતર માટે મુખ્ય નહેરોમાં પાણી છોડવામાં આવ્યું છે.ત્યારે મોડાસા તાલુકાના મરડીયા થી વરથું પાસેથી પસાર થતી મેશ્વો કેનાલમાં યોગ્ય મરામત તેમજ સાફ સુફીનાં અભાવે હાલ કેનાલમાં છોડાયેલા પાણીએ આસપાસના ૬૦ થી વધુ ખેતરોની ૨૦૦ વિગા જમીનનો સોથ વાળ્યો છે
ખેતરોમાં પાણી ફૂટી જતા ખેતરોમાં પાણી વહી રહ્યું છે જેના કારણે આ ૬૦ ખેતરોમાં વાવેતર કરાયેલા કપાસનો પાક નિષ્ફળ થયો છે ઉપરાંત શિયાળુ પાક ઘઉંનું વાવેતર પણ થઇ શક્યું નથી.આ વિસ્તારના ખેડૂતો આ કેનાલ મરામત માટે છેલ્લા ૨૦ વર્ષથી રજુઆતો કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહિ આવતા ખેડૂતો જમીન હોવા છતાં પાક લઇ શકતા નથી ત્યારે સામાન્ય રીતે વાવેતર બાદ આશીર્વાદ રૂપ બનતું કેનાલનું પાણી આ વિસ્તારના ખેડૂતો માટે અભિશાપ રૂપ બન્યું છે ત્યારે વિભાગ દ્વારા આ કેનાલની મરામત કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
