Ahmedabad News/ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વરસાદી સ્થિતિ પર મહત્વની સમીક્ષા

ગુજરાતના મુખ્યમંત્રી (CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે

Gujarat Gandhinagar
ગુજરાતના મુખ્યમંત્રી (CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક (Cabinet Meeting)યોજાવાની છે

Ahmedabad News : ગુજરાતના મુખ્યમંત્રી (CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક (Cabinet Meeting)યોજાવાની છે. રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિ અને વિવિધ વહીવટી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોજાનારી આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

બેઠકમાં રાજ્યના વિવિધ ઝોનમાં પડેલા વરસાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ જળાશયોમાં પાણીની આવક (Reservoir Water Level) ડેમોના હાલના જળસ્તર અને આગામી દિવસોમાં પાણીના સંચાલન અંગે પણ ચર્ચા થશે.

તાજેતરમાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી (Relief Operations)ની સમીક્ષા કરવામાં આવશે. વીજ પુરવઠો ખોરવાયેલા વિસ્તારોમાં વીજ વ્યવસ્થા ઝડપથી પુનઃસ્થાપિત કરવાની કામગીરીની પ્રગતિ પર પણ સરકાર નજર કરશે.

ખેતીને લગતા મુદ્દાઓ પણ બેઠકના એજન્ડામાં મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં વાવણીની સ્થિતિ, બિયારણ અને ખાતરની ઉપલબ્ધતા સહિત ખેડૂતોને જરૂરી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત વરસાદ બાદ આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા, સંભવિત રોગચાળો અટકાવવા માટે સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા અને જાહેર આરોગ્ય સંબંધિત પગલાં અંગે પણ ચર્ચા થશે.

કેબિનેટ બેઠકમાં વિવિધ વિભાગોના ચાલુ નાણાંકીય વર્ષના વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ રાજ્ય વિધાનસભાના આગામી ચોમાસુ સત્રના આયોજન અને તેની તૈયારીઓને લઈને પણ ચર્ચા થવાની સંભાવના છે.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોજાનારી આ બેઠકમાંથી વરસાદી વ્યવસ્થાપન, કૃષિ, જાહેર સુવિધાઓ અને વિકાસલક્ષી કાર્યોને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : અમદાવાદમાં વરસાદે વિકાસના દાવાઓની પોલ ખોલી! સાણંદ GIDCમાં રૂ.100 કરોડનું નુકસાન, બોપલ-શેલા હજુ પણ પાણીમાં ગરકાવ

આ પણ વાંચો : ગીર સોમનાથમાં વરસાદ બાદ એક્શનમાં સરકાર! બાળકોની સુરક્ષા અને સુવિધાઓ પર વિશેષ ભાર

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનું જોર વધશે, 5 સિસ્ટમ સક્રિય; 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લામાં એલર્ટ