Surat Women Cricket History 2026: ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે વિશ્વભરમાં જાણીતા સુરત શહેરે રમતગમત ક્ષેત્રે એક નવો સુવર્ણ ઈતિહાસ રચ્યો છે. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી (Cricket) અને અદભુત ઓલરાઉન્ડ પ્રતિભા ધરાવતી યુવા મહિલા (Cricket) ક્રિકેટર ગૌરી ગોયલની ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. શ્રીલંકા સામે આગામી સમયમાં રમાનારી મહત્વની દ્વિપક્ષીય શ્રેણી માટે ગૌરીને ભારતીય ટીમમાં સ્થાન મળતાં જ સમગ્ર સુરત અને ગુજરાત ક્રિકેટ જગતમાં આનંદ અને ગર્વની લહેર છવાઈ ગઈ છે. સુરતના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે, જ્યારે કોઈ મહિલા ખેલાડી સીધી ભારતીય ક્રિકેટ ટીમની પ્રતિષ્ઠિત બ્લુ જર્સી સુધી પહોંચી શકી હોય.
ઓલરાઉન્ડ પ્રતિભાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો
સુરત ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસોસિએશન (SDCA) ના ક્રિકેટ(Cricket) સેક્રેટરી નૈમેષ દેસાઇએ જણાવ્યું કે, ગૌરી પ્રકાશ ગોયલે વિવિધ ડોમેસ્ટિક ટુર્નામેન્ટોમાં સતત ઉત્કૃષ્ટ અને ધારદાર પ્રદર્શન કરીને રાષ્ટ્રીય પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે સુરતના ખેલાડીઓ ડોમેસ્ટિક લેવલથી આગળ વધીને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી શકતા નથી, પરંતુ ગૌરીની આ પ્રચંડ સિદ્ધિ સાથે સુરતનું એ વર્ષો જૂનું મહેણું હંમેશા માટે ભાંગી ગયું છે.
ગૌરીના શાનદાર પ્રદર્શનના આધારે BCCI દ્વારા આયોજિત 26 દિવસીય ‘સેન્ટર ઑફ એક્સલન્સ અંડર-19 મહિલા એલિટ કેમ્પ’ માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) દ્વારા દેશભરમાંથી માત્ર 78 શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરો શોર્ટલિસ્ટ કરાઈ હતી, જેમાં ગુજરાતમાંથી ગૌરી ગોયલ ઉપરાંત અક્સાહ પરમાર, ચાર્લી સોલંકી, આયુષી પટેલ, જીયા જૈન અને સિયા પટેલનો સમાવેશ થયો હતો. આ કેમ્પ બાદ રમાયેલી હાઈ-લેવલ ઇન્ટર-કેમ્પ ટુર્નામેન્ટમાં ગૌરીએ ઓલરાઉન્ડર તરીકે બધાને પ્રભાવિત કર્યા હતા.
લેફ્ટ આર્મ સ્પિનર અને મિડલ ઓર્ડર બેટરનો અનોખો સમન્વય
મેદાન પર ગૌરી ગોયલ એક અત્યંત કુશળ ડાબોડી ઓલરાઉન્ડર તરીકે ઉભરી આવી છે:
ધારદાર બોલિંગ: તે પોતાની અસરકારક લેફ્ટ આર્મ લેગ સ્પિન બોલિંગ (ડાબોડી સ્પિન) થી વિરોધી ટીમના બેટર્સને ઘૂંટણિયે લાવવાની ક્ષમતા ધરાવે છે.
મજબૂત બેટિંગ: બોલિંગ ઉપરાંત તે મધ્યક્રમમાં (Mid-order) આવીને ઇનિંગ્સને સંભાળનારી અને જરૂર પડ્યે મોટા શૉટ્સ ફટકારનારી એક અત્યંત વિશ્વસનીય બેટર પણ છે. મોર્ડન ક્રિકેટમાં આવા ડાબોડી ઓલરાઉન્ડરોની ડિમાન્ડ હંમેશા વધારે રહે છે.
એક જ સિઝનમાં 28 મેચો અને ધો-12 ની તૈયારી
ગૌરી ગોયલ માટે વર્તમાન ક્રિકેટ(Cricket) સિઝન અત્યંત વ્યસ્ત અને અતિ સફળ રહી છે. તેણે અંડર-19, અંડર-23 અને સિનિયર મહિલા ક્રિકેટ(Cricket) એમ ત્રણેય ફોર્મેટમાં થઈને બીસીસીઆઈ માન્ય કુલ 28 મેચોમાં ભાગ લીધો છે અને રન તેમજ વિકેટોનો અંબાર લગાવ્યો છે. ગૌરીના પિતા પ્રકાશ ગોયલ સુરતના જાણીતા ટેક્સટાઇલ વેપારી છે. રમત પ્રત્યેની આટલી વ્યસ્તતા વચ્ચે પણ ગૌરી શિક્ષણને ભૂલી નથી. તે હાલમાં ધોરણ-12 ની ઓપન બોર્ડની પરીક્ષા આપવાની પણ પૂરજોશમાં તૈયારી કરી રહી છે, જે દર્શાવે છે કે તે મેદાનની અંદર અને બહાર સમાન રીતે શિસ્તબદ્ધ છે.
શ્રીલંકા સામે 2027 વર્લ્ડ કપનો રોડમેપ
ભારતીય Cricket ટીમમાં પસંદગી પામ્યા બાદ હવે ગૌરી ગોયલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી અંડર-19 મહિલા દ્વિપક્ષીય શ્રેણીમાં પોતાનું કૌવત બતાવશે. આ હાઈ-પ્રોફાઇલ શ્રેણી અંતર્ગત ચેન્નાઈ ખાતે 3 ટી-20 (T20) મેચો રમાશે, જ્યારે પોંડિચેરીના મેદાન પર 3 વન-ડે (ODI) મેચોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રીલંકા સામેની આ સિરીઝ માત્ર એક શ્રેણી નથી, પરંતુ આગામી અંડર-19 મહિલા વર્લ્ડ કપનો રોડમેપ છે. BCCI દ્વારા July મહિનાના અંતમાં સંભવિત 25 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ, જાન્યુઆરી 2027 માં બાંગ્લાદેશ અને નેપાળની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આઈસીસી અંડર-19 મહિલા વર્લ્ડ કપ (ICC Under-19 World Cup) માટે ભારતની આખરી ટીમ જાહેર કરાશે, જેમાં ગૌરી હાલ સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે.
લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગૌરી ગોયલે ભાવુક થઈને જણાવ્યું કે, “સૌથી પહેલા તો હું ભગવાનની ખૂબ આભારી છું કે મને દેશ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે આટલું મોટું પ્લેટફોર્મ મળ્યું. હું મારા માતા-પિતા અને સપોર્ટ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો. હું મારી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ અને દેશ માટે મારું 100% યોગદાન આપીશ.”
આ પણ વાંચો: સુરત ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ સામે ફરિયાદના કેસમાં તપાસ શરૂ
આ પણ વાંચો: સુરતના વેસુમાં મધ્યરાત્રે ક્રિકેટ રમતા યુવકો પર ચપ્પુ-કુહાડીથી જીવલેણ હુમલો
આ પણ વાંચો: મે જલદી વાપસ આઉંગા… સુરતમાં ક્રિકેટર બનવાનું સપનું લઈ બે સગીર ઘરેથી ભાગ્યા
